ન્યૂઝીલેન્ડમાં તાર વગર થશે વીજળી સપ્લાઈ

February 23, 2021

ઓકલેન્ડ : તાર વગર વીજળીની સપ્લાઈની કલ્પના હવે સાકાર થશે. આવનારા મહિનાઓમાં ન્યૂઝીલેન્ડની એક ફર્મ એમરોડ, ઉર્જા વિતરણ કંપની પાવરકો અને ટેસ્લા મળીને તેનું ટ્રાયલ કરવા જઈ રહ્યાં છે. આ ત્રણેય ઓકલેન્ડ ઉત્તરી દ્વીપમાં સ્થિત એક સોલર ફાર્મથી અનેક કિલોમીટર દૂરના વિસ્તારમાં સ્થિત બીમ એનર્જીની મદદથી વીજળી પહોંચાડવાની તૈયારી કરી રહ્યાં છે.

આ ટેક્નોલોજી અંતર્ગત માઈક્રોવેવની ઘણાં જ પાતળા બીમના રૂપમાં વીજળી પહોંચાડવામાં આવશે. પાવર બીમિંગની આ પ્રક્રિયાનો પહેલાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ સેનાથી જોડાયેલા કામ અને અંતરિક્ષ સાથે જોડાયેલા પ્રયોગ સુધી જ સીમિત હતો. 1975માં અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ માઈક્રોવેવની મદદથી 1.6 કિલોમીટર દૂર સુધી 34.6 કિલોમીટર વીજળી મોકલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે તેનો ઉપયોગ વ્યવસાયિક ઉપયોગ માટે કરાયો નથી.

એમરોડ કંપનીના ફાઉન્ડર ગ્રેગ કુશનિરે જણાવ્યું કે અમે શરૂઆતમાં 1.8 કિલોમીટર સુધી કેટલાંક કિલોવોટ જ વીજળી મોકલીશું. ધીમે-ધીમે અંતર અને પાવરમાં વધારો થશે. તેઓએ જણાવ્યું કે તેનાથી અંતરિયાળ વિસ્તારોમાં વીજળી મોકલા પર તારનો ભારે ભરખમ ખર્ચથી છુટકારો મળશે.

કુશનિરના જણાવ્યા મુજબ તાર વગર વીજળી પહોંચાડવા માટે બે અને ટેક્નોલોજી પર તેમની કંપની કામ કરી રહી છે. તેમાંથી એક રિલે છે, જે નિષ્ક્રિય ઉપકરણ છે. આ લેન્સની જેમ કામ કરે છે અને માઈક્રોબીમને રીફોકસ કરીને ઓછામાં ઓછા ટ્રાંસમિશન લોસથી વીજળી પહોંચાડે છે. બીજા મેટામટેરિયલ્સ છે. આ પહેલાંથી જ ક્લોકિંગ ડિવાઈસમાં લગાડવામાં આવે છે. આ સબમરીન અને ફાઈટર પ્લેનને રડારથી બચવામાં મદદ કરે છે. પરંતુ સાથે જ આ વિદ્યુત ચુંબકીય તરંગોને વીજળીમાં ઉમદા રીતે બદલવામાં સક્ષમ છે.

એમરોડ ઉપરાંત સિંગાપુરની ટ્રાંસફ્રફાઈ, અમેરિકાની પાવરપ્લાન્ટ ટેક્નોલોજી પણ હવાથી વીજળી મોકલવાની યોજના પર કામ કરી રહી છે. જાપાનની મિત્સુબિશી પણ સોલર પેનલ લાગેલા ઉપગ્રહોથી વીજળી સપ્લાઈની શક્યતાઓ તપાસી રહી છે.

aહવામાં વીજળી સપ્લાઈના જોખમ પર કુશનિરનું કહેવું છે કે આ બીમ્સનું ઘનત્વ ઘણું જ ઓછું છે. તેથી માણસ અને જાનવરો પર તેની અસર ઘણી જ ઓછી થશે. તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બીમ્સને લેઝરના પડદાંથી કવર કરવામાં આવશે. લંડનની ઈમ્પિરયલ કોલેજની સ્ટડી મુજબ ઈન્સાન કે અન્ય ડિવાઈસને તેનાથી કોઈ જ ખતરો નહીં થાય.