મહારાષ્ટ્રમાં નવનિર્મિત શિંદે સરકારમાં જ ભંગાણના એંધાણ: ધારાસભ્યએ ઠાલવ્યો રોષ

August 13, 2022

મુંબઈ : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના મહત્વના પક્ષ શિવસેનાને તોડીને ઠાકરે પરિવારના નજીકના એકનાથ શિંદેએ બળવો કરીને 50થી વધુ ધારાસભ્યો સાથે બીજેપી સાથે નવી સરકારની રચના કરી હતી. ઉદ્ધવ ઠાકરેને મોટાપાયે નુકશાન કરીને હવે શિવસેનાની તમામ અસ્કયામતો પોતાના નામે કરવાની તૈયારી કરી રહેલ શિંદે સમૂહ માટે આગામી સમય કપરા ચઢાણનો છે.

એકનાથ શિંદે સરકારની 2 સભ્યો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કેબિનેટનું 40 દિવસ બાદ વિસ્તરણ થતા હવે નવી સરકાર પર જ કાળા વાદળો ઘેરાઈ શકવાની આશંકા હતી અને આજે જોવા મળેલ એક ટ્વિટર પોસ્ટથી તેની શરૂઆત થઈ છે.