ભાજપ-149, કોંગ્રેસ-19, AAP-10, અપક્ષ-4 બેઠક પર આગળ

December 08, 2022

અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામ માટેની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે. 

Live ગુજરાત વિધાનસભા પરિણામ 

9.44 AM : વિસનગર બેઠકથી ભાજપના ઋષિકેશ પટેલ પાછળ

 

9.43 AM : રાજકોટથી ભાજપ ઉમેદવાર ગીતા બા જાડેજા આગળ

 

9.40 AM : ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર ત્રણ રાઉન્ડના અંતે આગળ

9.37 AM : વિરમગામ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે હાર્દિક પટેલ 359 મતથી આગળ

9.35 AM : જમાલપુરમાં ભાજપ, ચોટીલામાં AAP આગળ

9.34 AM : સુરતના માંડવીમાં આપના સાયના ગામિત આગળ, ધ્રાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ, ખંભાળિયામાં આપ અને દ્વારકામાં ભાજપ આગળ

9.33 AM : પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા 4 હજાર મતથી આગળ

9.33 AM : જામનગર ઉત્તર AAPના કરશન કરમુરા આગળ

9.31 AM : ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ, ગારિયાધાર બેઠક AAPના ઉમેદવાર સુધિર વાઘાણી આગળ

9.29 AM : સંપૂર્ણ પરિણામ જાહેર થયા પછી કહી શકાય, કોની જીત થઈ : જગદીશ ઠાકોર

9.27 AM : ભરૂચની ઝઘડિયા બેઠક પર ભાજપ આગળ

9.26 AM : ગોંડલ બેઠક પર AAP આગળ

9.26 AM : નવસારીના વાંસદમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ, જંબુસરમાં બે રાઉન્ડ બાદ કોંગ્રેસના સંજય સોલંકી આગળ

9.25 AM : નરોડા અને ઠક્કરબાપાનગરમાં ભાજપ ઉમેદવાર આગળ

9.24 AM : વાવમાં ગેનીબેન ઠાકોર 6200 મતથી આગળ

9.23 AM : ખંભાળીયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 2253 મતે આગળ

9.22 AM : અમરેલી - ધારી બેઠક પર જે.વી.કાકડિયા આગળ

9.21 AM : જલાલપોર બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, બારડોલી બેઠક પરથી ભાજપના ઈશ્વર પરમાર આગળ

9.21 AM : ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસ આગળ, સોમનાથ બેઠક પર આપ આગળ

9.20 AM : પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા આગળ

9.19 AM : દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ પાછળ

9.18 AM : રાધનપુર બેઠકથી કોંગ્રેસના રઘુ દેસાઈ માત્ર 24 મતથી આગળ

9.17 AM : દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર પાછળ

9.16 AM : ખંભાળીયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 2200 મતથી આગળ

9.15 AM : સુરત SVNITમાં 6 બેઠકની મતગણતરી ખોરવાઈ

9.14 AM : વલસાડની તામમ પાંચેય  બેઠક પર ભાજપ આગળ, માણાવદર બેઠક પરથી ભાજપના જવાહર ચાવડા આગળ

9.13 AM : ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર આગળ, સાવરકુંડલા બેઠક પરથી કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ, ડીસા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર આગળ

9.12 AM : અમરેલીની ધારીમાં આપના ઉમેદવાર આગળ, વઢવાણ બેઠક પરથી જગદીશ મકવાણા આગળ

9.10 AM : વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી પાછળ, આંકલાવમાં અમિત ચાવડા પાછળ,

9.09 AM : રાજકોટ શહેરની તમામ બેઠક પર ભાજપ આગળ, તાલાલામાં ભાજપના ભગા બારડ આગળ

9.07 AM : વિરમગામ બેઠક પર બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

9.06 AM : કડીમાં કોંગ્રેસ, મહેસાણામાં ભાજપ આગળ, ગોંડલથી ગીતાબા જાડેજા આગળ

9.04 AM : ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદાર માવજી દેસાઈ આગળ