NIAએ પ્રદીપ શર્માને પૂછપરછ માટે બોલાવ્યા

April 07, 2021

થાણે : એન્ટિલિયા અને મનસુખ મર્ડરકેસમાં બુધવારે NIAના પૂર્વ ACP એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા સાથે પૂછપરછ કરી છે. NIA જાણવા માગે છે કે શું પ્રદીપ શર્મા, સસ્પેન્ડેડ સચિન વઝે અને પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદા શર્માના સંપર્કમાં હતા. આ સાથે જ મનસુખ હિરેનની હત્યાકેસમાં જોડાયેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માના ખાસ માણસ માનવામાં આવે છે.

શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડેલા શર્મા થાણેની એન્ટી-એક્સટોર્શન સેલમાં રહી ચૂક્યા છે. 90ના દાયકામાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમને અંડરવર્લ્ડની સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. અહીંથી જ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બન્યા હતા.