નાયગ્રા ધોધ બરફના કારણે જામી ગયો
December 29, 2022

અમેરિકા અને કેનેડામાં અત્યારે 'બોમ્બ સાઇક્લોન'નો કહેર ચાલી રહ્યો છે. આની અસર બન્ને દેશોના બોર્ડર પર આવેલા નાયગ્રા ધોધ પર પણ જોવા મળી હતી. મંગળવારે દુનિયાના સૌથી મોટા વોરલફોલ્સમાં એક નાયગ્રા ધોધ
પૂરી રીતે જામી ગયું હતું. ખરાબ હવામાનના કારણે અમેરિકામાં અત્યારસુધીમાં 50થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આની સૌથી વધુ અસર ન્યૂયોર્કના બફેલોમાં જોવા મળી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 50 વર્ષમાં
પહેલીવાર હવામાન આટલું ખરાબ થયું છે. ક્રિસમસની પહેલા શરૂ થયેલા આ કહેરની અસર નવા વર્ષ પછી પણ ચાલું રહેશે તેવી શક્યાતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંપૂર્ણપણે બરફ આચ્છાદિત નાયગ્રા ધોધ એક અલગ જ દેખાતો હતો. નાયગ્રા ધોધ અમેરિકામાં ન્યુયોર્ક અને કેનેડામાં ઓન્ટારિયોની સરહદ પર પડે છે. વળી, તેની ઉપરનું મેઘધનુષ્ય આ સમગ્ર દ્રશ્યને વધુ સુંદર બનાવે છે.
જેના કારણે કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. ધોધની ધાર પર બરફની સફેદ ચાદર જોઈ શકાય છે. જો કે, ધોધનો માત્ર એક ભાગ જ બરફથી ઢંકાયો હતો.
આ ધોધમાં પાણીનું એટલું વધુ છે કે અહીં ક્યારેય પણ આના પર પૂરી રીતે બરફ નથી પડતો. નાયગ્રા ધોધ ન્યુયોર્ક સ્ટેટ પાર્કનું માનીએ તો આ ધોધમાં 3160 ટન પાણી એક સેકન્ડમાં વહે છે. એટલે પાણી 32 ફૂટ પ્રતિ
સેકન્ડના હિસાબે પડે છે. અમેરિકી પર્યટન વિભાગની વેબસાઇટના પ્રમાણે આ ધોધનો આખું બરફથી જામવું સંભવ નથી.
એમેરિકાની તરફ નાયગ્રા ધોધનો જે ભાગ છે, તે અત્યારસુધીમાં પાંચવાર જામી ચૂક્યું છે. જ્યારે પણ આ ધોધ જામી જાય છે, ત્યારે પાણીના વહેણ પર તેની અસર પડે છે. 1912માં, પ્રવાસીઓ આ ધોધને બરફના પુલથી પાર
કરતા હતા. અહીંથી તેઓએ ધોધના સુંદર નજારો જોયો હતો. પરંતુ 4 ફેબ્રુઆરી, 1912ના રોજ અહીં બરફ તૂટવાને કારણે નાયગ્રા નદીમાં પડી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારથી સત્તાવાળાઓએ પુલ પર ચાલવા
પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કેનેડાના ઘણા પ્રવાસીઓ આ સમયે ખરાબ વાતાવરણના કારણે મેક્સિકોમાં ફસાઈ ગયા છે. 'બોમ્બ સાઇક્લોન'ના કારણે ઘણી ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. અને પ્રવાસીઓ કૈનકનમાં ફસાઈ ગયા છે. કેનેડાની એક ટ્રાવેલ કંપની
સનવિંગ વૈકેસન્સે આ પ્રવાસીઓને તેમના ઘર સુધી પહોંચાડવામાં અસમર્થતા દેખાડી હતી. આના પછી પ્રવાસીઓ અમેરિકા અને કેનેડાની બોર્ડર પર ફસાઈ ગયા છે.
Related Articles
ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કર્યો
ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધી...
Mar 24, 2023
અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં સરેમાં ભારતના રાજદૂતને કાર્યક્રમમાં જવા ન દીધા
અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં...
Mar 21, 2023
કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને 18 મહિના સુધી વધારી
કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને...
Mar 18, 2023
કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટના લેટર અપાયા
કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટન...
Mar 15, 2023
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું 47 વર્ષની ઉંમરે મૃત્યુ, એનિમલ જસ્ટિસ જૂથની તપાસની માંગ
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું...
Mar 11, 2023
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું 47 વર્ષની ઉંમરે મૃત્યુ, એનિમલ જસ્ટિસ જૂથની તપાસની માંગ
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું...
Mar 11, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023