નાઇટ કર્ફ્યૂનો સમય 1 કલાક ઘટશે, સ્વિમિંગ પૂલ શરૂ થશે; જુલાઈના અંતે મલ્ટિપ્લેક્સ, સિનેમા હૉલ અંગે નિર્ણય લેવાશે

June 23, 2021

ગાંધીનગર : રાજય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં તે બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે તે બાબતે રાજય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં,પણ તા. 26મી સુુધી રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે તે રાત્રિના 10 કલાક સુધીનો થઇ શકે તેમ સુત્રોનું કહેવું છે. ઉપરાંત સ્વીમિંગ પૂલ ખૂલી શકે છે. આ બાબતે સરકાર બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરશે.