નીરજ ચોપડાનો ભાલો દોઢ કરોડમાં વેચાયો, ભવાનીની તલવાર અને પેરાલિમ્પિયન સુમિતના ભાલાની કિંમત પણ એક કરોડથી વધારે

October 08, 2021

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાના ભાલાની હરાજી સૌથી વધારે દોઢ કરોડ લગાવવામાં આવી છે. જ્યારે ભવાની દેવીના ઓટોગ્રાફ આપેલી ફેંસિંગની તલવારની હરાજી પણ સવા કરોડમાં કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી ગિફ્ટની હરાજીની છેલ્લી તારીખ ગુરુવારે પૂરી થઈ છે. વેબસાઈટ પર ઈ-ઓક્શનના માધ્યમથી આ ગિફ્ટની હરાજી કરવામાં આવી છે.