નિર્ભયા કેસ: ફાંસી રોકવા દોષિતો હવે ICJના શરણે

March 16, 2020

નવી દિલ્હી : નર્ભયા કેસમાં દોષિતોને 20 માર્ચે ફાંસી આપવામાં આવશે. આ પહેલાં દોષિતોએ બચવા માટે તમામ કાનૂની ઉપાય અજમાવી રહ્યાં છે. ચારમાંથી ત્રણ દોષિતો અક્ષય, પવન અને વિનયે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(ICJ)ના શરણે ગયા છે અને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી છે. દોષિતોના વકિલે કહ્યું કે, કેસ ICJમાં રાખવામાં આવ્યો છે. દોષિતોના હકમાં કરવામાં આવી રહેલી વાતોની ઉપેક્ષા કરવામાં આવી. તેથી કેટલાક વિદેશી NGO કેસ લઈને ગયા છે. જો કે આ વાતનો 20 માર્ચે ફાંસી પર કોઈ અસર પડવાની આશા નથી.

આ પહેલાં આજે જ સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશની અરજી ફગાવી જેમાં તેણે પોતાના તમામ કાનૂની ઉપાયોને તે કહેતા બહાલ કરવાનો અનુરોધ કર્યો હતો કે તેના જુના વકિલે ગુમરાહ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ કાનૂની ઉપાયોને બહાલ કરવાનો અનુરોધ કરતી નિર્ભયા કેસના દોષિત મુકેશની અરજી વિચારણીય નથી.

નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે, કોર્ટને ખબર છે કે કેવી રીતે વારંવાર ફાંસીને આગળ ધપાવવામાં આવી, આ ચોથું ડેથ વોરંટ છે. હવે તેમના કોઈ વિકલ્પ બાકી નથી તેથી મને પૂર્ણ વિશ્વાસ છે કે તેમને 20 માર્ચે ફાંસી થશે.