નિર્ભયા કેસ: ફરી ટળી દોષિતોની ફાંસી

February 01, 2020

નિર્ભયાના દોષિતોની ફાંસી વધુ એકવાર ટળી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આગળના આદેશ સુધી ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. આ સૌથી મોટા ચૂકાદામાં પટિયાલા હાઉસ કોર્ટે ચૂકાદાને સુરક્ષિત રાખી લીધો હતો.

પટિયાલા હાઉસ કોર્ટે આગળના આદેશ સુધી ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશનની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હવે એ ફાયનલ થઈ ગયું છે કે નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે નહી. આ મામલે કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યા બાદ પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. દોષિતો પર પટિયાલા હાઉસ કોર્ટે ફેંસલો લઇ લીધો છે.

કોર્ટના આ નિર્ણય સામે સવાલો ઉઠી રહ્યા છે. કહેવાય છે કે નિર્ભયાના દોષિતો પાસે હજુ પણ કાયદાકીય રસ્તાઓ ખુલ્લા છે જેના કારણે ફાંસીમાં મોડુ થઈ રહ્યુ છે. આઓ જાણીએ આગળ જતા કેસમાં શું શુ થઈ શકે તેમ છે?

સૌથી પહેલા જણાવીએ કે નિર્ભયાના દોષિતોની આ બીજી વખત ડેથ વોરંટ ટળ્યુ છે. પહેલી વખત 7 જાન્યુઆરીએ ફાંસીની સજા ટળી હતી. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરંટ ઇશ્યુ કરાયુ હતુ. જેના પર 17 જાન્યુઆરીએ રોક લગાવવામાં આવી છે. ફરી ફેબ્રુઆરીમાં ફાંસી આપવા માટે બીજુ વોરંટ ઇશ્યુ થયુ જેના પર શુક્રવારે ફરી રોક લગાવવામાં આવી છે.

દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો અપાયો નિર્ભયાના દોષિતોના વકીલ એ.પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની તારીખ ફરી એક વખત લંબાવવા માટે માંગણી કરી છે. આ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો આપવામાં આવ્યો છે.

નિર્ભયાના ચારેય દોષિતોના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે દિલ્હી પ્રિઝન રૂલ્સ મુજબ ચાર પૈકી કોઇ પણ દોષિતોને ત્યાં સુધી ફાંસી ન આપી શકાય કે જ્યાં સુધી આખરી દોષિત દયા અરજી સહિત તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ ન કરી લે.

આ મામલે જજ એન વી રમન્ના, અરૂણ મિશ્રા, આર.એફ. નરીમ, આર ભાનુમતિ અને અશોક ભૂષણની પાંચ જજોની ખંડપીઠે સુનાવણી હાથ ધરી છે. મહત્વનું છે કે આ કેસમાં અન્ય બે દોષિતો વિનય શર્મા અને મુકેશ સિંહે દાખલ કરેલી અરજીઓ સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચૂકી છે. જે બાદ વિનયે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. તિહાડ જેલે વિનય સિવાય બાકીના 3 નરાધમોને ફાંસી આપવાની તૈયારી પણ દર્શાવી છે. જલ્લાદ પવન પણ તિહાડ જેલમાં પહોંચી ચૂક્યો છે.