નિર્ભયા ગેંગરેપ કેસ: આરોપી પવને જેલ પોલીસ સામે મારમારીનો કેસ કર્યો

March 12, 2020

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને  હ્ત્યા બદલ ફાંસીની સજાના આરોપી પવન કુમાર વર્માએ પોતે  ગયા વર્ષે મંડોલી જેલમા હતો ત્યારે બે કોન્સટેબલોએ માર્યો હતો તે બદલ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.

કડકડડુમાના ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે ગુરૂવારે બપોરે બે વાગે અરજીની સુનાવણી રાખી હતી, એમ પવનના વકીલે કહ્યું હતું. અરજીમાં હર્ષ વિહાર પોલીસ સ્ટેશનના અધિકારીને કોન્સટેબલ અનીલ કુમાર અને એક અન્ય અજાણ્યા કોન્સટેબલ વિરૂધ્ધ કેસ દાખલ કરવા આદેશ આપવા દાદ માગી હતી.

દરમિયાન,નિર્ભયા  હત્યા કેસના ચારે આરોપીઓના ઇન્ટરવ્યુ લેવા એક  મીડિયા હાઉસની અરજી અંગે વિચારણા કરવા દિલ્હી હાઇકોર્ટે તિહાર જેલ સત્તાવાળાઓને કહ્યું હતું.

જસ્ટિસ ચાવલાએ કહ્યું હતું કે ફાંસીની તારીખ નક્કી કર્યા પછી આરોપીઓ પૈકીના એકને તેના વકીલને મળવાની છુટ અપાઇ હોવાથી તેમણે મીડિયા હાઉસની અરજી પણ સ્વીકારવી જોઇએ.