નિત્યાનંદ આશ્રમ કાંડઃ લોપામુદ્રાએ રડતાં રડતાં કહ્યું- મારો જીવ જોખમમાં છે

January 06, 2020

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ કાંડમાં પિતાની હેબિયસ કોર્પસ દાખલ કરી હોવા છતાં પોલીસ હજુ લોપા મુદ્રાને શોધી શકી નથી. થોડા દિવસ પહેલાં ડીપીએસની મંજુલા શ્રોફે વીડિયો વાઈરલ કરી નિત્યાનંદના વખાણ કર્યા હતા. ત્યારે હવે લોપામુદ્રાએ પણ એક વીડિયો વાઈરલ કર્યો છે. જેમાં તે રડતાં રડતાં કહી રહી છે કે તે ફસાઈ ગઈ છે અને તેને જીવનું જોખમ છે.
નિત્યાનંદ આશ્રમ કાંડ મામલે રોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. ત્યારે હવે લોપામુદ્રાએ સોશિયલ મીડિયામાં શેર કરેલાં વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. લોપામુદ્રાએ તામિલ ભાષામાં આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે ગળગળી બની જાય છે. અને વાત કરતાં કરતાં જ તે રડી પડે છે. અને પોતાને જાનનું જોખમ હોવાની વાત કહી રહી છે.
લોપામુદ્રાનો આ વીડિયો વાઈરલ થતાં જ પિતાની ચિંતામાં વધારો થઈ ગયો હતો. લોપામુદ્રાના પિતાએ સરકાર પાસે ઝડપી ન્યાયની માગણી કરી છે. તો સત્સંગ પહેલાં લોપામુદ્રાએ તામિલ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યું હતું. જો કે લોપામુદ્રાનો વીડિયો વાઈરલ થતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે તેને કોનાથી જીવનું જોખમ છે તે અંગે હવે વધુ તપાસ બાજ જ ખબર પડશે.