નિઝામુદ્દીન કેસઃ મોદી સરકારના મંત્રીએ કહ્યુ કે, તબલીગી જમાતે તાલીબાની ગુનો કર્યો છે

April 01, 2020

નવી દિલ્હી  : મોદી સરકારના લઘુમતી કલ્યાણ વિભાગના મંત્રી મુખ્યતાર અબ્બાસ નકવીએ મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, તબલીગી જમાતે તાલીબાની ગુનો કર્યો છે.

 નકવીએ ઓ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યુ છે.તેમણે સેંકડો લોકોના જીવ જોખમમાં મુકી દીધા છે. આવા લોકો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ જે સરકારના નિર્દેશોનુ પાલન નથી કરી રહ્યા.નિઝામુદ્દીનમાં કોરોના વચ્ચે પણ તબલીગી જમાતનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા બાદ આખા દેશમાં કોરોના ફેલાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેના પર નિવેદન આપતા નકવીએ હક્યુ હતુ કે, આ પ્રકારના ગુનાને ના તો માફ કરી શકાય તેમ છે અને ના તો નજર અંદાજ કરી શકાય તેમ છે. આ એક ગુનાઈત બેદરકારી છે.