કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો એન્ટ્રી !

May 21, 2022

મુંબઇ : કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલી ભારતીય અભિનેત્રી હિના ખાનને ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટનમાં જ એન્ટ્રી મળી ન હતી. તેને ઓડિયન્સમાં પણ સામેલ થવાનો ચાન્સ અપાયો ન હતો. તેના કારણે આ અભિનેત્રી ભારે નારાજ થઈ છે. હિનાને કાન્સ ફેસ્ટિવલમાં બીજી વખત તક મળી છે. પરંતુ આ વખતે તે નારાજ થઇ ગઇ છે. વાત એમ બની છે કે, ભારતીય પવેલિયનનું ઉદ્ધાટન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું હતું. એ ઇવેન્ટમાં હિનાને સામેલ થતા અટકાવવામાં આવી હતી. આ ઉપરાંત તેને ઓડિયન્સ સાથે પણ સામેલ થવા દેવામાં આવી નહોતી. પરિણામે હિના ખાન નારાજ થઇ ગઇ છે. જોકે તેણે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. હિનાએ આ બાબતે જણાવ્યું હતું કે, હાલમાં જ એક ઓપનિંગ સેરિમની હતી અને ઇન્ડિયન પવેલિયનમાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બોલીવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ સિંગર્સ પણ હાજર હતા. જેમાં  દીપિકા પદુકોણ, પૂજા હેગડે, ઉર્વશી રતૌલા અને તમન્ના ભાટિયા ઘુમર ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. આ ઉપરાંત ઘણી જાણીતી ટેલન્ટેડ હસ્તીઓ હતી. પરંતુ એલિટ સિસ્ટમ હજી પણ છે. ખાસ કરીને ટેલિવિઝન સ્ટાર્સને તેઓ હજી પણ પોતાના વર્ગમાં સામેલ કરતા નથી. જેમાં આ વખતે હું પણ આવી ગઇ છું. હું એમ નથી કહેતી કે મને તે લોકોથી ઇર્ષા છે. પરંતુ મને તો  આ બધુ જોઇને ગર્વ થાય છે. પરંતુ સાથેસાથે કડવા અનુભવથી દિલ તૂટી જાય છે કે, હું એ ઇવેન્ટમાં કેમ સામેલ નહોતી ? ઓછામાં ઓછી હું ઓડિયન્સમાં તો હોઇ શકતી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, આ ફેસ્ટિવલમાં આમંત્રિત દરેક લોકો જાણતા હતા કે અમે અહીં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છીએ. હું મારી ફિલ્મના પોસ્ટર લોન્ચ માટે બહુ ઉત્સાહિત છું. અહીં આવેલા લોકો જાણે છે કે, હું આના માટે જ અહીં આવી છું અને ઇન્ડિયન પવેલિયનનો પણ હિસ્સો છું.