તાળીઓ વગાડવાની નહીં, આર્થિક પેકેજની જરૂર છે: રાહુલ ગાંધી

March 21, 2020

નવી દિલ્હી  : ભારતમાં કોરોના વાઈરસના વધતા જતા કેસો અને વાઈરસની માર દેશની ઈકોનોમી પર પણ પડી છે. આ વાઈરસનો સામનો કરવા માટે ભારત સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જ્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે એક મોટા આર્થિક પેકેજની માંગ કરી છે.

કોરોના વાઈરસ આપણી અર્થવ્યવસ્થા પર અસર પાડી રહી છે. નાના, મધ્યમ વ્યવસાયકારો અને મજુરો તેનાથી સૌથી વધારે પ્રભાવિત છે. તાળી વગાડવાથી તેમને મદદ નહી મળશે. આજે રોકડ મદદ, ટેક્સ બ્રેક અને દેવાની ચૂકવણી રોક જેવા મોટા આર્થિક પેકેજની જરૂર છે, તરત પગલા ભરો.

રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કોરોના વાઈરસ પ્રભાવિત વિસ્તારો માટે આર્થિક પેકેજ આપવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, આર્થિક પેકેજની જાહેરાત જેટલું જલ્દી શક્ય થઈ શકે તેટલું જલ્દી કરવામાં આવશે.