નિવૃત્તિની કોઈ જાહેરાત નહીં, ધોનીએ વર્લ્ડ કપમાં વિજય માટે લોન્ચ કર્યું 'લકી ચાર્મ'

September 25, 2022

રાંચી : ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારના રોજ એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતે 25 સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 2:00 કલાકે એક મહત્વની જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. આ કારણે ક્રિકેટ અને ખાસ તો 'કેપ્ટન કૂલ'ના ચાહકોએ તેઓ શું જાહેરાત કરશે તેની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે ધોનીની જાહેરાત બાદ આખરે ચાહકોના શ્વાસ હેઠા બેઠા છે. 

ધોનીએ ઓરિયો બિસ્કટિ લોન્ચ કર્યા

ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆતમાં હવે માત્ર 3 જ સપ્તાહનો સમય બચ્યો છે. તે પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ વર્લ્ડ કપ વિનર કેપ્ટન એમએસ ધોનીએ ટીમ માટે એક લકી ચાર્મ લોન્ચ કર્યું છે. હકીકતે ધોનીએ જે વસ્તુ લોન્ચ કરી તે અગાઉ વનડે વર્લ્ડ કપ 2011 પહેલા પણ લોન્ચ થઈ હતી. આ વખતે પણ તેને વર્લ્ડ કપ પહેલા લોન્ચ કરવામાં આવી છે. ધોનીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા બિસ્કિટ લોન્ચ કર્યા છે. 

આ બિસ્કિટ 2011ના વનડે વર્લ્ડ કપ પહેલા લોન્ચ થયા હતા અને તે સમયે ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આમ તે બિસ્કિટ લકી ચાર્મ સાબિત થયા હતા. આ વખતે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ફરી એક વખત ઓરિયો બિસ્કિટ ભારતમાં લોન્ચ કર્યા છે.