કોઇ પણ રાજ્યએ ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી નથી : નીતિ આયોગની બેઠક બાદ ઉપાધ્યક્ષનું નિવેદન

February 21, 2021

નવી દિલ્હીઃ નીતિ આયોગની ગવર્નિઁગ કાઉંસિલની છઠ્ઠી બેઠક લગભગ સાત કલાક સુધી ચાલી હતી. આ બેઠક પુરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર અને સીઇઓ અમિતાભ કાંતે મીડિયાને સંબોધન કર્યું. જે દરમિયાન રાજીવ કુમારે જણાવ્યું કે કોઇ પણ રાજ્યએ ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી નથી. નીતિ આયોગની આ બેઠકમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તેલંગણાના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો નહોતો. તેમની જગ્યા પર આ રાજ્યના કોઇ મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ નથી લઇ શકતા. તેનું કારણ છે કે નિયમ અને પરંપરા પ્રમાણે માત્ર મુખ્યમંત્રી જ આ બેઠકમાં ભાગ લઇ શકે છે.રાજીવ કુમારે કહ્યું કે નીતિ આયોગની  બેઠકમાં 6 વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. જેમાં ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું, કૃષિમાં સુધારા, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા, મનાવ સંસાધન વિકાસમાં ઝડપ, જમીની સ્તર પર સેવાઓ પહોંચાડવી, સ્વાસ્થ્ય અને પોષણ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફ્રેંસિંગના માધ્યમથી આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાને પોતાના ભઆષણમાં રાજ્યના મુખ્યમંત્રીઓને કહ્યું કે એક સંતુલિત વિકાસ થવો જોઇએ. આયાત ઓછી કરવાના ઉપાય કરવામાં આવે. પોષણ અભિયાનમાં ઝડપ લાવો. સાથએ જ વડાપ્રધાન તમામ મુખ્યમંત્રીઓને કોરોના સામેની લડાઇ માટે શુભકામના આપી હતી.