7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં : ટેક્સ સ્લેબમાં મોટી રાહત,

February 01, 2023

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડમાં 2 લાખ કરોડનું મફત અનાજ આપ્યું હજી આપવાનું ચાલુ છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.

નાણામંત્રીએ કહ્યું કે, સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચી રહ્યો છે. મફત અન્ન યોજના હજી એક વર્ષ સુધી ચાલુ રહેશે. પછાત વર્ગના લોકો માટે વિવિધ સહાયની જાહેરાત. ભારતમાં પર્યટન વિશાળ છે અને આ ક્ષેત્રમાં યુવાનોને વધારેમાં વધારે રોજગાર મળે તેવો પ્રયાસ કરાશે.

નાણામંત્રીએ કહેલી મહત્વની બાબતો

  • ટેક્સ સ્લેબમાં મોટી રાહત, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • 2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
  • કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
  • પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
  • પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
  • ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
  • 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે
  • માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
  • બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
  • આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટ છે
  • હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
  • 6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
  • કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
  • રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
  • રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ થશે
  • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
  • કારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે.
  • આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે
  • ડિજિલોકરમાં આધાર કાર્ડ માન્ય રહેશે
  • દેશમાં 50 નવા એરપોર્ટ બનશે
  • નિષ્ફળ થઈ ગયેલા લઘુ ઉદ્યોગો માટે રિફન્ડ સ્કીમ લાવવામાં આવશે
  • ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે
  • 5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે
  • ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે
  • આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે
  • MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશે
  • વ્યવસાય શરૂ કરવા માટે પાન કાર્ડ મુખ્ય આધાર રહેશે
  • નગર નિગમ તેમના બોન્ડ લાવી શકશે
  • KYCની પ્રક્રિયા સરળ બનાવાશે અને ડિજિલોકરના દસ્તાવેજો માન્ય રહેશે
  • લદ્દાખમાં રિન્યૂએબલ એનર્જી માટે 20700 કરોડ ફાળવાશે
  • જંતુનાશક માટે 100 બાયો ઇન્પુટ સેન્ટર બનશે
  • ​​​​​​​વૈકલ્પિક ખાતરો માટે નવા યોજનાઓ
  • ​​​​​​​એક લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત.
  • નવીનતા અને સંશોધન માટે નવી નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી ઘડવામાં આવશે.
  • પીએમ કૌશલ યોજના 4.0 લોન્ચ
  • ​​​​​​​47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થાં મળશે
  • ​​​​​​​પ્રદૂષણ ફેલાવનારા વાહનોને હટાવાશે
  • ​​​​​​​બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટે વિચારણા ચાલી રહી છે
  • રોકાણકારોના હિતો પર ભાર અપાશે
  • ​​​​​​​ડિજિટલ પેમેન્ટ 70 ટકા વધ્યું
  • IFSC એક્ટમાં પણ બદલાવ કરવામાં આવશે
  • ​​​​​​​RBI એક્ટમાં પણ બદલાવ કરાશે
  • ​​​​​​​મહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ
  • વડીલો માટે બચતની સીમા 15 લાખથી વધારીને 30 લાખ કરાઈ
  • રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તાં થશે
  • ​​​​​​​ચોક્કસ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 13 ટકા કરવામાં આવી
  • ​​​​​​​કેટલાક ફોન, કેમેરા, લેન્સ સસ્તા થશે
  • ​​​​​​​ઇલેક્ટ્રીક વાહનો સસ્તા થશે
  • ​​​​​​​2 લાખની બચત પર 7.5 ટકા વ્યાજ મળશે
  • ​​​​​​​દેશી કિચન ચીમની મોંઘી બનશે
  • ​​​​​​​વિદેશથી આવેલી ચાંદીમાંથી બનેલી વસ્તુઓ મોંઘી
  • ​​​​​​​બેટરી પર આયાત ડ્યૂટી ઘટશે
  • ​​​​​​​રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય
  • બ્લેન્ડેડ સીએનજી પર જીએસટી ઘટાડાયો
  • ​​​​​​​3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહત
  • ગોલ્ડ, સિલ્વરના સામાન પર કસ્ટમ ડ્યૂટી વધી
  • ​​​​​​​રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરી રહ્યાં છીએ. ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા
  • ​​​​​​​રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે