ફક્ત ડાયટ જ નહીં આ કારણોને લીધે પણ થાય છે પેટની તકલીફો

August 09, 2022

આજકાલ પેટમાં ગેસની સમસ્યા સામાન્ય છે જ્યારે પેટમાં વધારે ગેસ બને છે ત્યારે તે નુકસાનદાયી બની શકે છે. જો તમને આ તકલીફો વારેઘડી થાય છે તો તમારે તેને ઈગ્નોર કરવી નહીં. તેના માટે કેટલીક ખાસ બાબતો જવાબદાર છે. તો જાણે કયા ફેક્ટર્સ તેને માટે જવાબદાર છે.

જાણો પેટમાં ગેસ બનવાના કારણો

યોગ્ય ડાયટ ન હોવો
અસંતુલિત ડાયટ કે ખરાબ ખાનપાનના કારણે ગેસ બનવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે ડાયટમાં સાઈલિયમ યુક્ત ફાઈબર ફૂડ્સને સામેલ કરો છો તો તમારા પેટમાં ગેસ બનવાનું કારણ બની શકે છે. આ સિવાય તમે ફાસ્ટ ફૂડ કે દૂષિત તેલમાં બનેલા ખાદ્યપદાર્થનું સેવન કરે છે તો તમારે ગેસ બનવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

દૂષિત હવામાં શ્વાસ લેવાથી
જો તમારા પેટમાં વધારે ગેસ બને છે તો તેનું એક કારણ એ હોઈ શકે છે કે તમે પ્રદૂશિત હવામાં વધારે શ્વાસ લો છો. એ ખાસ કરીને ત્યારે થઈ શકે છે જ્યારે તમે મોઢાથી વધારે શ્વાસ લો છો. એવામાં હવાની સાથે કેટલાક બેક્ટેરિયા તમારા આંતરડામાં જાય છે અને તે પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે. તેનાથી હવા ખાટા ઓડકાર કે ગેસના રૂપમાં બહાર આવે છે.

ખરાબ આદતો
અનેક લોકોને હાર્ડ કેન્ડી કે ચ્યૂંઈગમની આદત હોય છે. જે તમારા પેટમાં ગેસ બનવા માટેનું મોટું કારણ બની શકે છે. કેમકે તમે તેને ચાવો છો ત્યારે તમે વધારે હવા પણ ઈનટેક કરો છો. જે ગેસના રૂપમાં બહાર નીકળે છે. જલ્દી ખાવાથી કે સ્ટ્રોથી પાણી પીવાની આદતથી પણ ગેસની સમસ્યા વધે છે.

કબજિયાત
જો તમને પહેલાથી જ કબજિયાત છે અને ખાવાનું તમારા આંતરડામાં ધીરે ધીરે જઈ રહ્યું છે તો તેનાથી પણ પેટમાં ગેસ બની શકે છે. આ સિવાય પણ ક્યારેક વધારે ભોજન કરવાથી પાચનતંત્ર ગરબડ થાય છે જેના કારણે ગેસની સમસ્યા જન્મે છે.

કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવા
જો તમે પણ કાર્બોનેટેડ ડ્રિંક્સ જેવા કે બીયર, સોડા કે કોઈ અન્ય સોડાબેઝ પીણા પીઓ છો તો તમે ગેસને આમંત્રણ આપો છો કેમકે તે પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે. જો તમે કાર્બોનેટેડ ડ્રિંક્સનું સેવન કરો છો તો તમને ગેસની સમસ્યા રહે છે. તમારે આ માટે કોઈ સિંપલ અને નેચરલ ડ્રિંકનું સેવન કરવું.

મેડિકલ કંડીશન
કેટલીક મેડિકલ કંડીશન એવી હોય છે જેના કારણે પેટમાં ગેસ બની શકે છે. જેમકે ડાઈવર્ટિક્યૂલાઈટિસ, અલ્સરેટિવ કોલાઈટિસ, ક્રોહન્સ ડીસિઝ, ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, ડાયાબિટીસ, થાયરોઈડ ડિસફંક્શન કે ઈંટેસ્ટાઈન બ્લોકેજની સમસ્યા થઈ શકે છે.