હવે કેનેડામાં ગાયથી ફેલાઈ એક રહસ્યમય બીમારી; ડઝનો લોકો બીમાર, 5ના મોત થયા

April 03, 2021

હર્ટરેન્ડ : કેનેડામાં હવે એક રહસ્યમય મગજની બીમારીના 40થી વધારે કેસ સામે આવ્યા છે. સીબીસી રિપોર્ટ પ્રમાણે આ બીમારીના કારણે અત્યાર સુધી દેશમાં 5 લોકોના મોત થયા છે. આ બીમારીની ખતરનાક બ્રેન ડિસઓર્ડર ક્રૂજફેલ્ડ-જેકબ (સીજેડી) નામની બીમારીથી મળતી દર્શાવવામાં આવી છે.

નોંધનીય છે કે, હમણાંથી અહીં ગાયમાં બોવાઈન સ્પોજીફોર્મ ઈનસેફેલોપેથી (બીએસઈ)ની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આ મગજની બીમારી ગાયની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ બીમારી પ્રાયોન નામના પ્રોટીનથી ફેલાય છે. તેના કારણે ગાય નર્વસ અથવા હિંસક બની જાય છે. તેને સરળ ભાષામાં ગાયને પાગલ કરતી બીમારી પણ કહેવામાં આવે છે. સીજેડી આ બીમારીનું જ વેરિયન્ટ છે.
 

એટલે કે કોઈ વ્યક્તિ બોવાઈન સ્પોજીફોર્મ ઈનસેફેલોપેથી (બીએસઈ) પીડિત ગાયનું માસ ખાય છે તો તેનામાં સીજેડી વેરિયન્ટ આવી શકે છે. સીબીસીના રિપોર્ટ પ્રમાણે આ રહસ્યમય બીમારીનો પહેલો કેસ 2015માં નોંધાયો હતો. ત્યારપછીથી હવે આ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં આ બીમારીથી 24 લોકો પીડિત થયા છે. જ્યારે આ વર્ષના પહેલાં ત્રણ મહિનામાં જ 6 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે.

કેનેડાના શહેર હર્ટરેન્ડના મેયર વોન ગોડિને આ બીમારી વિશે વાત કરતાં જણાવ્યું છે કે, કોરોના પછીથી લોકો આ બીમારી વિશે વધારે ચીંતીત છે. લોકો પુછી રહ્યા છે કે, શું આ રોગ ઉંદરથી ફેલાય છે? અથવા હરણથી? અથવા અન્ય કોઈ પ્રાણીથી? શું કોરોનાની જેમ આ બીમારીમાં પણ ઘણાં ઉપાય કરવા પડશે? આવા ઘણાં સવાલો લોકોના મનમાં છે.

કેનેડાના ન્યૂ બ્રૂનસ્વીક શહેરના હેલ્થ અધિકારીઓ આ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે 43 લોકોને આ બીમારી કેવી રીતે થઈ. નોંધનીય છે કે, સીજેડી વેરિયન્ટની હાલ કોઈ સારવાર નથી. 1996માં સૌ પ્રથમ સીજેડીનો કેસ એક બ્રિટિશ બાળકમાં આવ્યો હતો. આ બાળકનું મોત બીફ બર્ગર ખાવાના કારણે થયું હતું.