હવે મતદાતા કાર્ડ આધાર સાથે જોડાશે, મોદી સરકાર કાયદામાં સુધારા લાવી રહી છે

February 19, 2020

નવી દિલ્હી : નાગરિકતા અંગેનો નવો કાયદો, નાગરિકોનું રજિસ્ટર વગેરે વિવાદાસ્પદ પગલાં વચ્ચે મોદી સરકાર વધુ એક પગલું ભરવા જઇ રહી હતી.

મતદાતા કારને આધાર સાથે જોડવાના આ પગલાની વિચારણા શરૂ થઈ ચૂકી હતી. મંગળવારે કાયદા ખાતાના અધિકારીઓએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી એમ એક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું.

ચૂંટણી પંચના અધિકારીઓએ એવું સૂચન કર્યું હતું કે એક કરતાં વધુ બોગસ મતદાતા કાર્ડની સમસ્યા નિવારવા આ એક ઉપાય છે એટલે કાયદા ખાતાએ નિષ્ણાતોની સલાહ લઇને આ પગલું  લેવાનું વિચાર્યું હતું.