હવે EDએ પણ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી, 12 લોકોની ધરપકડ થઈ ગઈ છે

November 21, 2020

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફેક TRP મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈ પોલીસે જ ઈડીને કેસની કપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. મુંબઈ પોલીસે ઘણી ચેનલો સાથેની લેણ-દેણ સાથે જોડાયેલા દસ્તાવેજો ઈડીને સોંપ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યૂનિટે (CIU) અત્યાર સુધી આ મામલે 12 લોકોની ધરપકડ શરૂ કરી છે. તેમાં રિપબ્લિક ટીવી તેનલના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ સિંહ પણ સામેલ છે.

આ કેસ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. બે સપ્તાહ પહેલાં જ બોમ્બે હાઈકોર્ટે આ જ કેસમાં મહારાષ્ટ્ર સરકાર, મુંબઈના પોલીસ કમિશ્નર પરમવીર સિંહ અને અન્ય પોલીસ અધિકારીઓપાસેથી પણ એક અરજી સંબંધીત જવાબ માંગ્યો હતો.

ઘનશ્યામ સિંહ સાથે આ પહેલાં પણ ઘણી વખત પૂછપરછ કરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિંહ રિપબ્લિક મીડિયા નેટવર્કના ડિસ્ટ્રીબ્યૂશન હેડ હોવાની સાથે સાથે આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ પણ છે. માત્ર ઘનશ્યામ સિંહની જ નહીં પરંતુ TRP કેસમાં CIU રિપબ્લિક ટીવી ચેનલમાં ટોપ રેન્કના 6થી વધારે લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

ગયા મહિને CIUના અમુક આરોપીઓનો રિમાન્ડ એપ્લિકેશનમાં જે ચેનલ માલિકોને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા તેમાં રિપબ્લિક ચેનલનું પણ નામ હતું. રિપબ્લિક સિવાય ન્યૂઝ નેશન, WOW, ફખ્ત મરાઠી, બોક્સ સિનેમા અને મહામૂવી ચેનલ સાથે જોડાયેલા લોકો પણ હતા.

આ કેસમાં અત્યાર સુધી કુલ 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમાંથી બે આરોપી ઉમેશ મિશ્રા અને આશીષ ચૌધરી, CIUના અપ્રૂવર પણ બની ચૂક્યા છે. CIUએ અત્યાર સુધી ઘણાં સાક્ષીઓના નિવેદન લઈ લીધા છે. ઘણાં સાક્ષીઓના CrPC સેક્શન 164 અંતર્ગત મેજિસ્ટ્રેટ સામે નિવેદન લેવામાં આવ્યા છે. જેથી કેસ દરમિયાન તેઓ કોર્ટમાં ફરી ન જાય. જેમના ઘરે TRP મીટર લગાવવામાં આવ્યા હતા તેમાંથી અમુક લોકોના નિવેદન લઈ લેવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસના કમિશ્નર પરમબીર સિંહે થોડા દિવસ પહેલાં આ મામલે ખુલાસો કરીને જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ઘણાં એવા ઘર મળ્યા છે જ્યાં TRPનું મીટર લગાવવામાં આવ્યું હતું. આ ઘરના લોકોને પૈસા આપીને આખો દિવસ એક જ ચેનલ ચલાવવાનું કહેવામાં આવતું હતું, જેથી ચેનલની ટીઆરપીમાં વધારો થઈ શકે. તેમણે એવું પણ જણાવ્યું કે, અમુક ઘરો તો બંધ હતા તેમ છતાં તે ઘરની અંદર ટીવી ચાલતા હતા. એક સવાલના જવાબમાં કમિશ્નરે એવું પણ કહ્યું કે, આ ઘરના લોકોને ચેનલ અથવા એજન્સી તરફથી રોજના 500 રૂપિયા મળતાં હતા.
મુંબઈમાં પીપલ્સ મીટર લગાવવાનું કામ હંસા નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના અમુક લોકોએ ચેનલ સાથે મળીને આ રમત રમી હતી. તપાસ દરમિયાન હંસાના પૂર્વ કર્મચારીઓને ખાનગી ડેટા શેર કર્યા હતા.