હવે માનવીના મગજમાં લાગશે ચિપ, જૂની યાદોને નવા શરીરમાં કરી શકાય છે ટ્રાન્સફર! 

January 22, 2022

Elon Musk બ્રેન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નોલોજીનું મનુષ્યો પર ટ્રાયલ કરવા માટે એક પગલું આગળ વધ્યા છે. તેના માટે, એલન મસ્કના ન્યુરોટેક સ્ટાર્ટઅપ ન્યુરાલિંકે ક્લિનિકલ ટ્રાયલ ડિરેક્ટર માટે નોકરી પોસ્ટ કરી છે. એટલે કેન્યુરલિંક બ્રેન-ચિપ રિસર્ચને આગલા તબક્કામાં લઈ જવા માટે તૈયાર છે. ન્યુરાલિંક પહેલાથી જ ડુક્કર અને વાંદરાઓ પર ટ્રાયલ કરવામાં આવી ચૂકી છે. 9 વર્ષના એક વાંદરામાં પણ એક ચિપ લગાવવામાં હતી, જેથી તે માત્ર માઇન્ડથી જ વીડિયો ગેમ રમી શકતો હતો.  આ સ્ટાર્ટઅપ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માનવ-AI સિમ્બાયોસિસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

એલન મસ્કે ગયા મહિને જણાવ્યું હતું કે હ્યૂમન પર તેના અર્લી ટ્રાયલ 2022માં શરૂ થશે. પેરાલિસિસ લોકોને તેમાં સામેલૈદ કરવામાં આવે તેવી શક્યતા છે. તેની મદદથી કોમ્પ્યુટર કર્સરનું ડાયરેક્ટ ન્યુરલ કન્ટ્રોલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. જે પોસ્ટ માટે આ જોઈનિંગ કરવામાં આવી રહી છે તેમાં કહેવામાં આવ્યુંછે કે આ હોદ્દો એવા કેન્ડિડેટ માટે છે જે મિશનને સમજે છે અને ઉપર અને આગળ જવા માટે ઈચ્છુક અને આતુર છે.Clinical Trial Director કેન્ડિડેટને સૌથી વધુ ઇનોવેટિક ડોક્ટર્સન અને ટોપ એન્જીનિયર્સ સાથે કરવાનું રહેશે. તેની સાથેન્યુરાલિંકના પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ પાર્ટિશિપન્ટ તરીકે કામ કરવાની તક પણ મળશે. બ્લૂમબર્ગે અગાઉ આ અંગે જાણ કરી હતી.

મસ્કના જણાવ્યા મુજબ ન્યુરાલિંક ડિવાઇસ એક સિક્કાની સાઇઝનું છે અને તેને સ્કલમાં લગાવી શકાય છે. ન્યુરાલિંકની ટેક્નોલોજીનો પ્રથમ પ્રેક્ટિકલ એપ્લીકેશન બ્રેન ડિસઓર્ડર અને ડિઝીસથી પીડિત લોકોને ઇલાજ કરવા માટે હશે. એલન મસ્કે એમ પણ જણાવ્યું છે કે બ્રેન અને સ્પાઇનના પ્રોબ્લમને માત્ર એક ડિવાઇસથી સરળતાથી ઉકેલી શકાય છે. 

સ્પેસએક્સ અને ટેસ્લાના ચીફ મસ્કના જણાવ્યા મુજબન્યુરાલિંકના બ્રેન ચિપની પોટેન્શિયલ લિમિટલેસ છે. તેનાથી પેરાલિસિસ, હિયરિંગ, બ્લાઇન્ડનેસને સોલ્વ કરી શકાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભવિષ્યમાં તમે મેમરીને સેવ અથવા રિપ્લેસ કરી શકો છો. તમે તેને નવી બોડી અથવા રોબોટ બોડીમાં પણ ડાઉનલોડ કરી શકો છો. અગાઉ બતાવવામાં આવેલા વિડિયોમાં તેમણે બતાવ્યું હતું કે એક વાંદરો વિચારીને જ વર્ચ્યુઅલ પૈડલનેમૂવ કરી રહ્યો હતો. હવે આ રિસર્ચ હ્યુમન ટ્રાયલ તરફ આગળ વધી રહ્યું છે.