NRCની બીકથી પ.બંગાળમાં 31 લોકો મોતને ભેટ્યા : મમતા

February 04, 2020

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ NRCને લઈને ભાજપ પર એક રેલીમાં હુમલો કર્યો છે. મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે,  NRCના કારણે આસામમાં 100 લોકોના મોત થયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં NRCના ડરથી જ 31 લોકો મોતને ભેટ્યા છે. શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવાઈ હતી. ભાજપ તેમના વિરોધમાં હોય તેવા દરેક વ્યક્તિને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, હું એવા લોકો સાથે સબંધ નથી રાખવા માંગતી જે નફરત ફેલાવતા હોય છે. કેન્દ્ર સરકાર નવી ટેક્સ સિસ્ટમના નામે લોકોને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહી છે.