કોરોના મહામારી વચ્ચે દુનિયામાં જામશે પરમાણું હથિયારોની હરિફાઈ, US-રશિયા સામસામે

October 17, 2020

કોરોના (Corona) મહામારીને લઈને દુનિયા આખી એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે ત્યારે ફરી એકવાર પરમાણું હથિયારો (Nuclear Weapons)ની આંધળી દોટ શરૂ થાય તેવી શક્યતા છે. અમેરિકાએ રશિયા (Russia)ના પરમાણું હથિયારો મર્યાદિત રાખવાની સંધિને (Nuclear Deal) ફગાવી દીધી છે. 


અમેરિકાએ (United Stated of America)રશિયાના એ પ્રસ્તાવને નકારી દીધો છે જેમાં બંન્ને દેશો વચ્ચે પરમાણુ હથિયારોને ન વધારવાની સંધિ કરવામાં આવેલી છે. આ સંધિ થોડા સમય પહેલા પુરી થઈ ગઈ હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે, દુનિયાની બંન્ને મહાશક્તિઓ વચ્ચે પરમાણુ હથિયારોની સંખ્યા વધારવાની હરિફાઈ જામશે. જેની વિપરીત અસર આખી દુનિયા પર પડશે.  

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઓ’બ્રાયને કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વર્ષ  માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેને ફગાવી દીધો હતો. ઓ’બ્રાયને કહ્યું હતું કે, અમેરિકા પરમાણુ હથિયારો પર આકરા પ્રતિબંધ લગાવવાના પક્ષમાં છે. રશિયાએ પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.


અમેરિકા અને રશિયા વચ્ચે 2012ના ફેબ્રુઆરીમાં New START (Strategic Arms Reduction Treaty) પુરી થવાની છે, જેના પર વર્ષ 2010મા સમજુતી થઈ હતી. રશિયાના વિદેશ મંત્રી લેવરોવએ રશિયાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ આગળની વાતચીત પહેલા કોઈ જ પૂર્વ શરત રાખવા ઈચ્છતા નથી. જેથી ભવિષ્યની વાતચીતમાં કોઈ મુશ્કેલી ના પડે.