નુપૂર શર્માનું માથું કાપશે તેને મારૂં મકાન આપીશ : અજમેરના ખાદીમનો વિડીયો વાયરલ

July 05, 2022

અજમેર : ટેઇલર કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યાનો મામલો હજી ઠંડો નથી પડયો ત્યાં સુફી ઝમનું નગર કહેવડાવતાં અજમેરમાંથી એક વધુ વિવાદિત વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીનો છે તેમાં તે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપૂર શર્મા સામે ઝેર ઓકતો જોવા મળે છે. આ સલમાન ચીશ્તી દરગાહ પોલીસ થાણાનો એક હીસ્ટ્રીશીટર છે. તેણે તેના વિડીયોમાં જણાવ્યું છે કે, જે નુપૂર શર્માનું માથું કાપી લાવશે, તેને પોતાનું મકાન આપશે.

વાસ્તવમાં ઉદયપુરમાં થયેલી ટેઇલર કન્હૈયાલાલની હત્યા પાછળ ધર્મની આડમાં દેશનું વાતાવરણ ડહોળવાની જ સાજીશ હતી તે હજી ચાલુ જ છે. તેનો તાજો મામલો અજમેરનો છે. અને ખાદિમ સલમાન ચિશ્તીને વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે વાસ્તવમાં કન્હૈયાલાલની હત્યા પહેલાં વાયરલ થઇ ગયો હતો. આશરે બે મીનીટ ૫૦ સેકન્ડના આ વીડીયોમાં પોતાની ધાર્મિક ભાવનાઓનો હવાલો આપતાં સલમાન ચિશ્તીએ ખુલ્લે આમ નૂપુર શર્માની કતલની ધમકી આપતો તે દેખાય છે.