ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન, પોલીસકર્મીએ મારી હતી ગોળી

January 29, 2023

ભુવનેશ્વર-ભુવનેશ્વરઃ ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ (Naba Kishore das)ની સાથે મોટી દુર્ઘટના થઈ હતી. એક પોલીસકર્મીએ મંત્રીને ગોળી મારી દીધી હતી. આ ગોળીબાર બાદ મંત્રીને સારવાર માટે ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હવે દુખદ સમાચાર સામે આવ્યા છે. મંત્રીનું સારવાર દરમિયાન નિદન થયું છે.

ઘટના પ્રમાણે બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા મંત્રી જઈ રહ્યાં હતા. પોલીસ અધિકારીએ ગોળી કેમ ચલાવી, તેનું કારણ સામે આવ્યું નથી. ગોળી તેમની છાતીમાં વાગી હતી. ત્યારબાદ તેમને બ્રજરાજનગરથી સારવાર માટે ભુવનેશ્વર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે નિંદા કરી હતી. નવીન પટનાયક હોસ્પિટલ પહોંચ્યા હતા અને મંત્રીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ પર ફાયરિંગ મામલાની તપાસ માટે સીઆઈડી-ક્રાઇમ બ્રાન્ચની રચના કરવામાં આવી છે. સાઇબર નિષ્ણાંત, બેલિસ્ટિક નિષ્ણાંત અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત સાત સભ્યોની વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ ડીએસપી રમેશ ચ ડોરા કરી રહ્યા છે.