કોવિડ-૧૯ મહામારીને કારણે ઓફિસો ખાલી રહેતા ઈ-વેસ્ટનો વધારો થયો

April 12, 2021

  • વર્ક ફોર્મ હોમની પદ્ધતિમાં નવા કમ્પ્યુટર્સ અને સોફટવેર ખરીદી કરાઈ

ટોરોન્ટો : મહામારીને કારણે ઘણાંની કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. ઓફિસો ખાલી પડી છે અને લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. એટલે ઘરની ઓફિસ માટે નવા કમ્પ્યુટર્સ અને સોફટવેર ખરીદે છે. સાથે સાથે મોનિટર્સ અને પ્રિન્ટર્સની ખરીદી પણ વધી રહી છેકંપનીઓ પણ પોતાના હાર્ડવેરને અપગ્રેડ કરી રહી છે. જેને પગલે ઈલેકટ્રોનિક વેસ્ટમાં મોટો વધારો થવાની સંભાવનાઓ પણ વધી રહી છે. ઓન્ટેરિયોના સ્કારબોરોમાં આવેલી સ્પાર્ટા ગૃપ કંપની દરરોજ લગભગ ૩૦૦૦૦ પાઉન્ડથી લઈને ૧૦૦૦૦૦ પાઉન્ડ જેટલા વેસ્ટનો નિકાલ કરે છેજોન બાઈરેક કહે છે કે, જાણે ડાઉનટાઉન ખાલી થઈ રહ્યું છે. જો કે પાછુ કાર્યરત થશે પણ અત્યારે તો દરરોજ ટ્રકોની ટ્રકો ભરીને બેંકો, ઈન્સ્યોરન્સ કંપનીઓ અને સરકારી કચેરીઓમાંથી વેસ્ટ આવી રહ્યો છે.

જે સ્ટોર કરવામાં આવે છે. કેટલાકનું રીસાયકલીંગ થશે તો કેટલાકનો નાશ કરવો પડશે. કેમકે અત્યારે તો કાર્યક્ષમતા પુરી કરવાની જરૂર છે. અમારો આશય ઈવેસ્ટને નાબુદ કરવાનો છે અને પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે નક્કી નથી. રીસાયકલીંગમાં કોમ્પ્યુટર્સમાંથી કિંમતી ધાતુઓ કાઢવાની હોય છે, તો સેલફોન અને સર્કીટબોર્ડમાંથી પણ કાઢવાની હોય છેજેનો ફરીથી ઉપયોગ કરી શકાય. એમાં સોનુ, તાંબુ, સીસુ, ચાંદી, ટીન અને પ્લેટીનમ જેવી ધાતુઓ પણ હોય છે એમ સ્પાર્ટાના ડાયરેકટર ઓફ લેબોરેટરી સર્વિસીસના લીયોનાર્ડ શારાએ જણાવ્યું હતુંપહેલાના સમયમાં વેસ્ટ બીજા દેશોમાં મોકલાતો હતો. જયાં એને લેન્ડફીલ સાઈટ ઉપર નાંખી દેવાતો હતો. પણ એનાથી પર્યાવરણને નુકસાન થતું હોવાથી હવે કામની ધાતુઓ કાઢી લીધા બાદ બાકીના કચરાનો નિકાલ સ્થાનિક ધોરણે કરવો પડે છે.