આવક કરતાં વધુ સંપત્તિમાં ઓમ પ્રકાશ ચૌટાલાને 4 વર્ષની જેલ, 50 લાખથી વધુનો દંડ

May 27, 2022

દિલ્હી- હરિયાણના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે આ ચૂકાદો આવક કરતાં વધુ સંપત્તિના મામલે સંભળાવ્યો છે. દિલ્હીની કોર્ટે હરિયાણાના પૂર્વ સીએમ પર 50 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ તેમની ચાર સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. રાઉઝ એવન્યૂ કોર્ટના ચૂકાદા અનુસાર હૈલી રોડ, ગુરૂગ્રામ જન પ્રતિનિધિ, પંચકુલા અને અસોલા સ્થિત ઓપી ચૌટાલાની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. 


આ ઉપરાંત કોર્ટના 5 લાખ રૂપિયા સીબીઆઇને આપવા માટે પણ કહ્યું છે. ચૂકાદા અનુસાર જો દંડ આપતા નથી તો તેમને 6 મહિના વધુ સજા ભોગવવી પડશે. વર્ષ 2008 માં ઓમ પ્રકાશ ચૌટાલા અને 53 અન્ય પર વર્ષ 1999 થી વર્ષ 2000 સુધી રાજ્યમાં 3206 જુનિયર બેઝિક પ્રશિક્ષિત શિક્ષકોની નિયુક્તિના મામલે ગોટાળાના આરોપ લાગ્યા હતા. તેમાં પણ તે વર્ષ 2013 માં દોષી મળી આવ્યા હતા. ચૌટાલાને જાન્યુઆરી 2013 માં જેબીટી કૌભાંડમાં દોષી ગણવામાં આવ્યા હતા. જેબીટી કૌભાંડ ઉપરાંત આવક કરતાં વધુ સંપત્તિનો આ બીજો કેસ છે જેમાં ઓપી ચૌટાલા દોષી મળી આવ્યા છે. 
આ મામલે સજા સંભળાવતા કોર્ટે કહ્યું કે તેમની ચાર સંપત્તિ અટેચ કરવામાં આવશે. તો બીજી તરફ અભય ચૌટાલાએ કહ્યું કે આ ચૂકાદા વિરૂદ્ધ સોમવારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરશે. સ્પેશિયલ જજ વિકાસ ધૂલે કહ્યું કે 21 મેના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ દોષી ગણાવવામાં આવ્યા હતા.