બંગાળમાં ઓવૈસીનો દાવ ના ચાલ્યો, તમામ છ બેઠકો પર ડિપોઝિટ ડુલ

May 04, 2021

પિૃમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય રાહ શોધવા મેદાનમાં ઉતરેલા એ.આઇ.એમ.આઇ.એમ.ના વડા અસાદુદ્દીન ઓવૈસીના તમામ સપના ધરાશાયી
થઇ ચુક્યા છે. ફુરફુરા શરીફના પીરઝાદા  અબ્બાસ સિદ્દીકને આંચકો મળવાની સાથોસાથ ઓવૈસીને પણ બંગાળમાં મુસ્લિમ મતદાતાનો સાથ ના મળ્યો.
મુસ્લિમ મતદાતાઓએ  ઓવૈસીને મુકાબલે મમતા બેનરજી પર વિશ્વાસ મુક્યો. અસદુદ્દીન ઓવૈસીના પક્ષે પિૃમ બંગાળમાં છ બેઠકો પર ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.
તમામ બેઠક પર તેના ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ ચુકી છે. બિહારમાં પાંચ બેઠક જીતીને હવાઇ ઘોડા પર સવાર થનારા ઓવૈસી બંગાળમાં એક પણ
બેઠક જીતી ના શક્યા.
 ખાસ વાત એ છે કે જે છ બેઠકો પર ઓવૈસીના પક્ષે ચૂંટણીમાં ઝુકાવ્યું હતું તે તમામ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો. તમામ બેઠકો પર મમતાના
પક્ષના ઉમેદવારોએ મોદી - શાહની ભાજપાના ઉમેદવારોને મોટી સરસાઇથી પરાસ્ત કર્યા. તે તમામ બેઠકો એવી છે કે જ્યાં ૩૫ ટકાથી ૫૫ ટકા સુધીના
મુસ્લિમ મતદાતા છે. પરંતુ તમામ બેઠકો પર મુસ્લિમ મતદારોએ ઓવૈસીને મુકાબલે મમતા પર ભરોસો કર્યો. ઓવૈસીના ઉમેદવારો ક્યાંક હજાર મત પણ ના
મેળવી શક્યા અને ક્યાંક બે ત્રણ હજાર મત જ મળી શક્યા. સરેરાશ તમામની ડિપોઝિટ ડુલ થઈ ગઈ અને નાલેશીજનક પરાજયનો સામનો કરવો પડયો.