17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં બુધ ગ્રહ સાથે બુધાદિત્ય યોગ બનાવશે, મેષ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે

September 12, 2022

બુધની ગતિમાં ફેરફાર થયા પછી આ સપ્તાહ સૂર્યનું રાશિ પરિવર્તન થશે, જેથી સૂર્ય અને શુક્રની યુતિ તૂટશે અને બુધાદિત્ય નામનો શુભ યોગ બનશે. બધા ગ્રહોના રાજા સૂર્યદેવ, પ્રસિદ્ધિ આપનાર શુક્ર ગ્રહ અને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવતાં બુધ ગ્રહ દ્વારા થતું આ પરિવર્તન વાતાવરણમાં ફેરફાર થવાનો સંકેત આપે છે. જ્યોતિષાચાર્યોનું માનવામાં આવે તો ગ્રહોના આ ફેરફારથી દેશમાં અનેક જગ્યાએ થોડા દિવસોની અંદર ભારે વરસાદ થવાની શક્યતા છે.

જ્યોતિષાચાર્ય ના જણાવ્યા પ્રમાણે, 8 સપ્ટેમ્બરના રોજ બુધ પોતાની જ રાશિ એટલે કન્યામાં અસ્ત થઈ ગયો હતો. એ પછી 10 તારીખથી વક્રી ગતિ કરી રહ્યો છે. ત્યાં જ સૂર્ય પણ પોતાની જ રાશિ સિંહમાં શુક્ર સાથે યુતિ બનાવી રહ્યો છે, પરંતુ આ સપ્તાહના અંતમાં 17 તારીખે સૂર્યનું રાશિ પરિવર્તન થશે અને આ ગ્રહ કન્યા રાશિમાં બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવશે, જે શુભ ફળ આપનારો રહેશે. એના પ્રભાવથી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે.

સૂર્યના રાશિ બદલવાથી શનિ સાથે બની રહેલો અશુભ ષડાષ્ટક યોગ પૂર્ણ થશે, જેની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિઓ પર જોવા મળશે, જેથી લોકોને તણાવથી રાહત મળવા લાગશે. વિવાદ પણ ઉકેલાઇ જશે. દુર્ઘટના અને બીમારીઓ ઘટવાની શક્યતા રહેશે. નોકરી અને બિઝનેસમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે. મોટા નિર્ણય લેવાશે, સાથે જ થોડા લોકો માટે સ્થાન પરિવર્તનના પણ યોગ બનશે.

સૂર્યના કન્યા રાશિમાં મિત્ર ગ્રહ, બુધ સાથે આવવાથી બુધાદિત્ય યોગ બનશે. આ શુભ યોગ અનેક લોકો માટે ફાયદો આપનારો રહેશે, જેથી નોકરી અને બિઝનેસમાં પ્રમોશનના યોગ બનશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. પદ અને સન્માન પણ વધવાની શક્યતા રહેશે. સરકારી કાર્યોમાં આવી રહેલાં વિઘ્ન દૂર થશે. આ શુભ યોગના પ્રભાવથી અનેક લોકોને સારા સમાચાર મળવાની શક્યતા છે.

મેષઃ- આ રાશિના લોકોનાં બધાં કાર્યો પૂર્ણ થશે. ખાસ કરીને જે કાર્યોને પૂર્ણ કરવામાં વિઘ્ન આવી રહ્યાં હતાં, એમાં પણ તમને સફળતા મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિકોણથી પણ તમને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમે સારા અને સ્વસ્થ જીવનનો આનંદ લેશો.

વૃષભઃ- આ રાશિના લોકો માટે સમય થોડો કષ્ટદાયી રહે એવા યોગ છે. આ સમયે તમને કોઈ મોટો નિર્ણય લેવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ કારણે તમારા માનસિક તણાવમાં વધારો થઈ શકે છે.

મિથુનઃ- આ રાશિના લોકોમાં આ ગોચર પછી સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, કેમ કે આ ગોચર તમારા માનસિક તણાવમાં વધારો કરશે. મિત્રો-સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. આ સમયે થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે.

કર્કઃ- સૂર્યનું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. તમારી સ્વાસ્થ્યને લગતી બધી પરેશાનીઓ દૂર થતી જોવા મળશે. ખાસ કરીને તે જાતક જે લાંબા સમયથી પોતાની જૂની કોઈ બીમારીથી પરેશાન હતા, તેમને રાહત મળી શકે છે.

સિંહઃ- સૂર્યનું ગોચર તમારા માટે વધારે અનુકૂળ રહેશે નહીં. તમારે નિર્ણય લેવામાં થોડો વિચાર કરવો પડશે. વાણી દોષને કારણે આર્થિક કરિયરની દૃષ્ટિએ નુકસાન થતું જોવા મળી શકે છે. જ્યાં સુધી શક્ય હોય, દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.

કન્યાઃ- કન્યા રાશિના લોકો માટે આ ગોચર સામાન્ય રહેશે. તમારું જીવન જેવું ચાલી રહ્યું હતું, બિલકુલ તેવું જ ચાલશે. આવકનાં સાધનોથી જરૂરી ધન મળતું રહેશે. જોકે ખર્ચાઓથી હાલ રાહત મળવી મુશ્કેલ છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે.

તુલાઃ- સૂર્યના ગોચર પછી તુલા રાશિના લોકો માટે વિદેશયાત્રાએ જવાનો યોગ બની શકે છે. ખાસ કરીને તે જાતક જે વિદેશ જવા માટે ઇચ્છુક હતા અને લાંબા સમયથી કોશિશ કરી રહ્યા હતા, સૂર્યદેવ તેમને જલદી જ કોઈ શુભ સમાચાર આપી શકે છે.

વૃશ્ચિકઃ- આર્થિક જીવનમાં પણ તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને તમે એક કરતાં વધારે માધ્યમથી આવક કરવામાં સફળ રહેશો. તમે મળી રહેલા આ ધનને કારણે તમે અનેક સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક જીવનમાં પણ ઘરમાં શાંતિનું વાતાવરણ તમને માનસિક સુખ આપશે.

ધનઃ- જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો સૂર્યદેવ સારા અને નવા અવસર આપશે. બિઝનેસમાં વિસ્તાર થશે. લાભ બેગણો થશે. જો છેલ્લા થોડા સમયથી તમારું સ્વાસ્થ્ય ખરાબ હતું તો સૂર્યદેવનો પ્રભાવ તમને તે સમસ્યાથી છુટકારો આપી શકે છે.

મકરઃ- મકર રાશિના લોકો માટે સમય થોડો મુશ્કેલ જોવા મળી રહ્યો છે. લોકો સાથે વિવાદમાં પડવાથી તમને નુકસાન થશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. માનસિક તણાવ રહેશે. તમારે તમારા ઘર-પરિવારમાં કોઈ પરિસ્થિતિ સમજ્યા વિના પોતાની સલાહ આપવી નહીં.

કુંભઃ- આર્થિક જીવનની દૃષ્ટિએ આ સમય તમારો વધતા ખર્ચ તમારા માટે તણાવ અને ચિંતાનું કારણ રહેશે, એટલે પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખો. કુંભ રાશિના પરિણીતા લોકોએ આ સમયગાળામાં પોતાના જીવનસાથીના નબળા સ્વાસ્થ્યના કારણે મુશ્કેલી થશે.

મીનઃ- મીન રાશિના જાતકોની નોકરી અને વેપાર પહેલાંની જેમ જ ચાલતાં રહેશે. થોડા નવા અને સારા અવસર પણ તમને મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કે નવું વાહન ખરીદવા માટે સમય ખૂબ જ સારો છે. આ સમયે તમને લગ્ન સાથે જોડાયેલા પ્રસ્તાવ પણ મળી શકે છે.