'મફત રેવડી' મુદ્દે BJP સાંસદનો જ સરકારને વેધક સવાલ: સરકારી ખજાના પર કોનો હક ?

August 06, 2022

દિલ્હી- BJP સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ સરકારને સવાલોના દાયરામાં મૂકી દીધી છે. વરુણ ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યું કે, 'સરકારી તિજોરી પર પહેલો અધિકાર કોનો છે?' ઉપરાંત, તેમણે કહ્યું કે 'ફ્રી કી રેવડી' લેનારાઓમાં મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલનું નામ ટોચ પર છે.
વરુણ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, "જે ઘર ગરીબોને 5 કિલો રાશન આપવા બદલ 'આભાર' કહેવા ઈચ્છે છે. એ જ ઘર કહે છે કે, 5 વર્ષમાં 10 લાખ કરોડ સુધીના ભ્રષ્ટાચારીઓની લોન માફ કરવામાં આવી છે. 'ફ્રી કી રેવડી' લેનારાઓમાં મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલનું નામ ટોચ પર છે. તિજોરી પર પહેલો અધિકાર કોનો છે?"


વરુણ ગાંધીની 'ફ્રી કી રેવડી'ની ટીપ્પણીને પીએમ મોદીના નિવેદન સાથે જોડવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદીએ યુપીમાં એક જાહેર સભામાં મફતમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવનારી રાજનીતિની આલોચના કરતાં કહ્યું હતુ કે,તે 'રેવડી કલ્ચર' દેશના વિકાસ માટે ખૂબજ ઘાતક છે. 


પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આજે આપણા દેશમાં 'રેવડી' વહેંચીને વોટ એકત્રિત કરવાની સંસ્કૃતિ જડમૂળમાં ઉતરી રહી છે. આ 'રેવડી સંસ્કૃતિ' દેશના વિકાસ માટે ખૂબ જ ખતરનાક છે. દેશની જનતાએ ખાસ કરીને યુવાનોએ આ સંસ્કૃતિ સામે સતર્ક રહેવાની જરૂર છે.