PM મોદી અને ગાંધીજીના હત્યારા ગોડસેની એક જ વિચારધારાઃ

January 30, 2020

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તાર વાયનાડમાં પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે અને પીએમ મોદીની વિચારધારા એક જ છે. બસ પીએમ મોદીમાં એવુ કહેવાની હિંમત નથી કે મને ગોડસેની વિચારધારામાં વિશ્વાસ છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારતના લોકોને હવે પોતે ભારતીય છે તે સાબિત કરવાનો વારો આવ્યો છે. નરેન્દ્ર મોદી કોણ છે કે તે લોકોની નાગરિકતા સાબિત કરી રહ્યા છે.. આ લાઈસન્સ તેમને કોણે આપ્યુ...મને ખબર છે કે હું ભારતીય છું અને મારે તેની સાબિતી આપવાની કોઈ જરૂર નથી.