એક મહિના બાદ હિમાચલમાં બર્ડ ફ્લૂનું બીજું મોજું, ૧૦૦થી વધુ પક્ષીઓનાં મૃત્યુ

April 08, 2021

સિમલા: હિમાચલ પ્રદેશમાં વર્ડ ફ્લૂના દ્વિતીય મોજાનો આરંભ થતાં કાંગરા જિલ્લાના પોંગ ડેમ સરોવર ખાતે દૂરના અંતરેથી સ્થળંતર કરીને આવેલા ૧૦૦ પંખીઓનાં મૃત્યુ થયાં છે. વન અધિકારી અર્ચના શર્માએ જણાવ્યું હતું કે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇ સિક્યુકરિટી એનિમલ ડિસીઝે મૃતક પક્ષીઓના નમૂનામાં એચ૫એન૮ એવિઅન ઇનફ્લૂએન્ઝાની હાજરી હોવાનું જણાવ્યું છે. આ વર્ષે થોડા સમય પહેલાં એચ૫એન૧ની હાજરી જોવા મળી હતી. બંને સ્ટ્રેન અલગ છે.  આ વર્ષે જાન્યુઆરીમાં પોંગ ડેમ સરોવર વન અભયારણ્ય ખાતે બર્ડ ફ્લૂના સંકેત પછી પુરાવા મળ્યા હતા. એક જ મહિનામાં સંક્રમણે ૫૦૦૦ પંખીઓનો ભોગ લીધો હતો. ફેબ્રુઆરીમાં સંક્રમણને અંકુશમાં લેવામાં આવ્યું હતું. પરંતુ ૨૫ માર્ચના રોજ અભયારણ્યમાં સંખ્યાબંધ મૃત્યુ થતાં બર્ડ ફલૂના બીજા મોજાની હાજરીના સંકેત મળ્યા છે.