ટોરન્ટોમાં યોગા માટે ઝડપથી આઉટડોર ડોમ્સનું થઈ રહેલું નિર્માણ

June 28, 2020

  • હોટેલ એક્સનાં મેદાનમાં ૩૧ જુલાઈ સુધી યોગાના ફિટનેસના ક્લાસિસનું આયોજન
  • સામાજિક અંતર જાળવી શકાય તેવા ૫૦ ખાનગી ડોમ્સમાં સ્વચ્છતા અને તાપમાન જાળવવા ખાસ વ્યવસ્થા

ટોરન્ટો : ટોરન્ટોેમાં લોકો અર્ધ મુખશ્વાસ જેવા યોગાસનોનો અભ્યાસ કરી શકે માટે ઝડપથી ભોમિતિક આકારના ડોમ્સ એકાએક ઊભા થવા લાગ્યા છે. હોટેલ એક્સનાં મેદાનમાં લેમન્સ આઉટડોર સ્ટુડિયો તરફથી ૨૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી યોગાના ફિટનેસના ક્લાસિસનું આયોજન કરવામાં આવ્યું છે કંપની અન્ય સ્ટુડિયો અને તેમના યોગ શિક્ષકો થકી વિશેષ મહિનાઓમાં યોગાના વિશેષ વર્ગોનું આયોજન કરશે. લેમન્સ ઇવેન્ટના આયોજન સ્ટીવ જોર્જીસે મીડિયાને જણાવ્યું હતું કે, અમે એક નવીનતમ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરી છે. એમાં તમે વ્યક્તિગત રીતે તમારી માલિકીના ડોમમાં ફિટનેસ અને યોગાસનો કરી શકશો. જ્યાં તમે રોજ કરતા વધુ શાંતિથી ઓછી ખલેલ સાથે યોગાસનો કરી શકશો.

અહિં કોવિડ ૧૯ના નિયંત્રણોને ધ્યાનમાં રાખી સામાજિક અંતર જાળવી શકાય તેવા ૫૦ ખાનગી અને સ્વચ્છ ડોમ્સ બનાવવામાં આવ્યા છે અને અહી તમારી પોતાની માલિકીના ડોમમાં ફિટનેસ અને યોગાસનો કરી શકો છો. અહીં દરેક વ્યક્તિને મીટર ઊંચાઇ અને મીટર પહોળાઈ ધરાવતો ડોમ આપવામાં આવશે. દરેક ડોમમાં યોગ્ય તાપમાન જળવાઈ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોર્જીસ કહે છે કે, દરેક ડોમ ઉપયોગ કર્યા બાદ સ્વચ્છ અને જંતુ રહિત બનાવવામાં આવે છે. જેથી વાઇરસનો ફેલાવો અટકાવી શકાય છે. દરેક વર્ગમાં જમીન, પાણી, હવા અને અગ્નિ એવા પ્રકાર પાડવામાં આવ્યા છે. ઉપભોગતાએ પોતાની યોગા મેટ્સ સાથે લાવવાની રહેશે. જો તમે ભૂલી જશો તો જોરજીસ તરફથી મેટનું વેચાણ કરવામાં આવશેસ્થળ પર પાણીની બોટલ અને પ્રોટીન બાર્સની વ્યવસ્થા કરવા માં આવી છે. જોર્જિસ તરફથી સપ્તાહમાં થી વર્ગોનું આયોજન કરવામાં આવશે. જેનો સમય થી રાતના ૧૦ વાગ્યા સુધીનો હશે કાર્યક્રમમાં ભાગ લેનારને અગાઉથી ઓનલાઇન રિઝર્વેશન કરાવવા તાકીદ કરાઈ છે.