કેનેડામાં રોગચાળા દરમિયાન ઓનલાઈન શોપિંગમાં ૯૯ ટકાનો વધારો

August 02, 2020

ફેબ્રુઆરીથી મે માસ દરમિયાન કુલ રીટેલ વેચાણમાં ૧૭. ટકાનો ઘટાડો નોંધાયો

ઓન્ટેરિયો : કોવિડ -૧૯ના પ્રસારને અટકાવવાના હેતુથી લદાયેલા પ્રતિબંધોને કારણે કેનેડીયન ઉપભોકતાઓ ઓનલાઈન શોપિંગ તરફ વધુ વળ્યા હોવાનો ઉલ્લેખ સ્ટેસ્ટીકસ કેનેડાએ પોતાના અહેવાલમાં કર્યો હતો. એજન્સીના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ રીટેલ વેચાણમાં ૧૭. ટકાનો ઘટાડો ફેબ્રુઆરીથી મે માસ દરમિયાન નોંધાયો હતો. કેમ કે, દરમિયાન બધા મોટા સ્ટોર્સ બંધ રહ્યા હતા.

જો કે, ગ્રાહકોએ પોતાની જરૂરીયાતો પુરી કરવા ઓનલાઈન શોપિંગનો સહારો લીધો હતો. જેને કારણે સમયગાળામાં વેચાણમાં ૯૯. ટકાનો વધારો જોવા મળ્યો હતો. સ્ટેટેસ્ટીકસ કેનેડા કહે છે કે, કોમર્સના વેચાણે માત્ર મે માસમાં . બિલીયન યુએસ ડોલરનો આંક વટાવ્યો હતો. જે એપ્રિલના પ્રમાણમાં . ટકા વધુ હતો અને ફેબ્રુઆરીની સરખામણીમાં ૯૯. ટકા વધુ હતો. અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે કોમર્સના વેચાણમાં દર વર્ષે બમણો વધારો થતો રહયો છે. જે મે ર૦૧૯ની સરખામણીમાં ૧૧૦. ટકા વધુ છે. વેન્કુંવરના કેપીએમજીના કન્ઝયુમર એન્ડ રીટેલ પ્રેકટીસના વડા અને અગ્રણી ઉદ્યોગકાર કોસ્ટયા પોલયાકોવ કહે છે કે, કોમર્સથી ખરીદી કરવી અને સ્ટોરમાં જઈને ખરીદી કરવી બંને વચ્ચેનો તફાવત ભુલાઈ ગયો છે. છતાં અહેવાલમાં જણાવ્યા મુજબ કાયમી રહેશે એવું માની શકાય.

તેમણે એમ પણ કહ્યું કે, તે હંમેશા દેશના રીટેલર્સના સંપર્કમાં રહે છે અને એવું માને છે કે, સ્થિતિ સામાન્ય થતાં લોકો ફરીથી સ્ટોરમાં જઈને ખરીદી કરતા થઈ જશે. સ્ટેટેસ્ટીકસ કેનેડાના અહેવાલમાં રીટેલના બધા ૧૧ વિભાગોના આંકડાઓને - કોમર્સ સાથે સરખાવ્યા બાદ વેચાણ વધ્યાના આંકડા આપવામાં આવ્યા છે.