ગુજરાતમાં કોરોના વાયરસના માત્ર 30 કેસ, 26 શહેર/જિલ્લામાં એક પણ કેસ નહીં

July 25, 2021

ગાંધીનગર ઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારાવાગી રહ્યા છે તેવામાં ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે રાજ્યમાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આજે છેલ્લા 2 દિવસથી વધતા કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયા છે. ગઇ કાલે કોરોના વાયરસના 39 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા હતા ત્યાં જ આજે તેમાં 9 કેસનો ઘટાડો થયો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 30 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 42 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ રાહતના સમાચાર એ છે કે, સતત કેટલાક દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 42 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,307 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 330 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે ત્યાં જ આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. દાહોદ 6, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 3, સુરત કોર્પોરેશન 3, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, ભરૂચ 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 330 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 325 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.74% એ આવી ગયો છે.