ઓન્ટેરિયોમાં યોગ્ય નોંધણી વિનાનાં વાહનોનું પ્રમાણ વધી ગયું : પોલીસ

July 25, 2022

  • પોલીસે ડ્રાઇવરોને લાઇસન્સ પ્લેટ રિન્યૂ કરાવવાનું યાદ કરાવવા માંડ્યું
ઓન્ટેરિયો : ઓન્ટેરિયો પોલીસની સમાજનિષ્ઠાનું એક ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. હાલમાં પોલીસે વિસ્તારના ડ્રાઇવરોને લાયસન્સ પ્લેટની મુદત પૂરી થઈ ગઈ હોય તેમને એ રિન્યૂ કરાવવા યાદ કરાવી રહી છે. ઓન્ટેરિયો સરકારે નવીકરણ સાથે સંકળાયેલા સ્ટીકરો અને ફીને રદ કર્યા પછી તે વધુ ચિંતાનો વિષય બની ગયો છે. ટ્વિટર ઉપર શેર કરાયેલા એક વીડિયોમાં, ઓન્ટેરિયો પ્રાંતીય પોલીસ સાર્જન્ટ કેરી શ્મિટે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રાંતમાં હવે યોગ્ય નોંધણી વિનાનાં વાહનોનું પ્રમાણ વધી ગયું છે. ફેબ્રુઆરીમાં, ઓન્ટેરિયો સરકારે લાયસન્સ પ્લેટ રિન્યુઅલ ફીનો અંત લાવી દીધો હતો. ઓન્ટેરિયો સરકાર હવે લાયસન્સ પ્લેટ સ્ટીકર રિન્યુઅલ ફીને રદ કરે છે અને માર્ચ 2020થી રિફંડ ઓફર કરે છે. સ્ટીકર ફી કાર્યક્રમને નાબૂદ કરવાથી પ્રાંતને દર વર્ષે 1.1 બિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ હતો. જો કે, આ પગલાથી લાયસન્સ રિન્યુ કરવાની અને વીમા પ્રિમીયમ અને કોઈપણ બાકી ટોલ અથવા મ્યુનિસિપલ દંડ ચૂકવવામાં આવે તેની ખાતરી કરવાની જરૂરિયાત પૂરી થઈ નથી.