ઓન્ટેરિયોએ લગ્ન સમારંભ અને અંતિમયાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા વધારી

June 23, 2020

  • લગ્ન સમારંભના સ્થળની ક્ષમતાના ત્રીસ ટકા જેટલા લોકો હાજર રહી શકશે

ટોરન્ટો : કોવિડ -૧૯ને કારણે સર્જાયેલી સ્થિતિમાં સરકારે લગાડેલા પ્રતિબંધોમાં હવે થોડી છૂટછાટ આપવાનું નક્કી કર્યા બાદ સરકારે હવે લગ્ન સમારંભ કે અંતિમક્રિયામાં હાજર રહેનારાઓની સંખ્યામાં વધારો કર્યો છે. નવી છૂટછાટ અનુસાર હવે લગ્ન સમારંભના સ્થળની ક્ષમતાના ત્રીસ ટકા જેટલા લોકો હાજર રહી શકશે. રીતે અંતિમક્રિયામાં હાજર રહેનારાઓની સંખ્યામાં વધારો કર્યો છે. શરત માત્ર સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની ખાતરી આયોજકોએ આપવી પડશેઈન્ડોર સમારંભોની જેમ આઉટડોર સમારંભોમાં પચાસ લોકો જોડાઈ શકશે. જો કે, લગ્નના રીસેપ્શન કે શોકસભામાં હાજર રહેનારાઓની સંખ્યા હજુ પણ દસ વ્યકિતઓની રહેશે. સરકારે સામાજિક મેળાવડાઓમાં મહત્તમ હાજરીની સંખ્યાને ૧૦ની જાહેર કર્યાના બીજા દિવસે ફેરફાર જાહેર કરાયો છે. જાહેર ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવાની જાહેરાતમાં પણ સ્થળની ક્ષમતાથી ૩૦ ટકા જેટલી સંખ્યાને માન્યતા આપી છે.

ઓન્ટેરિયોમાં લગ્ન અને અંતિમક્રિયાઓનું આયોજન કરનારા સર્વિસ પ્રોવાઈડર્સના ધંધામાં માર્ચ માસથી મંદી આવી હતી. કેમ કે પ્રાંતિય સરકારે જાહેર મેળાવડાઓમાં માત્ર પાંચ વ્યકિતઓની હાજરીની માન્યતા આપી હતી. આરોગ્ય મંત્રી ક્રિસ્ટીન ઈલિયોટે કહ્યુંં હતું કે, જે રીતે કોવિડ -૧૯ના પ્રસાર ઉપર અંકુશ લાવવામાં સફળતા મળી રહી છે જોતા પ્રતિબંધોમાં છૂટછાટ આપી શકાય એમ હોવાથી નવી મર્યાદા જાહેર કરી છેતેમણે એમપણ કહ્યુંં હતું કે,' અમે કોરોના ટેસ્ટીંગ અને ટ્રેકીંગમાં વધારો કરીને વાઈરસને આગળ વધતો અટકાવવાના પગલા પણ લીધા છે. જેમાં સૌથી વધુ મહત્વ તો લોકોના સહકારનું છે. એટલે હું લોકોને સાવચેત રહેવા અને જોખમ હજુ છે વાતને ધ્યાનમાં રાખવા વિનંતી કરીશશુક્રવારે ઓન્ટેરિયોમાં કોવિડ -૧૯ના ૧૮ર નવા કેસ નોંધાયા હતા. જે માર્ચથી અત્યાર સુધીના સમયમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છેછેલ્લા અઠવાડિયામાં પાંચ દિવસની કેસોની સરેરાશ હવે રરર જેટલી થઈ છે.