ઓન્ટેરિયોમાં હવે ડે લાઈટ સેવિંગ ટાઈમનો કાયમી અમલ થશે

October 11, 2020

  • જો ખરડો પસાર થઈ જશે તો ન્યૂર્યોક અને કયૂબેક પ્રાંતમાં રાહત થશે, ધંધાદારીઓને પણ લાભની આશા

ટોરન્ટોઃ ઓન્ટેરિયોમાં અર્ધ વાર્ષિક ધોરણે ઘડીયાળનો સમય બદલવાની પ્રથાનો અંત આવશે અને ડેલાઈટ સેવિંગ ટાઈમને અપનાવવામાં આવે એવી શકયતાઓ છે. આ સંદર્ભે સંસદમાં રજુ થયેલા નવા પ્રાઈવેટ મેમ્બર બીલને સરકારનું સમર્થન મળે અને પસાર થાય તો આ શકય બનશે. બુધવારે ઓટાવા પશ્ચિમના નેપીઅનના એમપીપી જર્મી રોબર્ટસે આ સમય સુધારણા માટેનો પ્રસ્તાવ સંસદમાં રજુ કર્યો હતો. જેનાથી ઓન્ટેરિયોમાં વર્ષમાં બે વાર સમય બદલવાની પ્રથાનો અંત આવશે અને કાયમી ધોરણે ડેલાઈટ સેવિંગ ટાઈમનો અમલ શરૂ થશે.  આ ખરડાને કવીન્સપાર્કની વિધાનસભામાં બીજીવારના વાંચન બાદ પસાર કરી દેવાયો હતો. જો આ ખરડો પસાર થશે તો આખા વર્ષ દરમિયાન એક સરખો સમય રહેશે. બીજી તરફ સૂર્યનો ઉદય ગ્રેટર ટોરન્ટોમાં સામાન્ય રીતે ક્રિસમસમાં સવારે ૯ વાગ્યે થાય છે.  એટલે શાળાએ જનારા અને કામે જનારા લોકોએ અંધારામાં નીકળવું પડે છે. જો આ ખરડો પસાર થશે તો ન્યુયોર્ક અને કયુબેક પ્રાંતને પણ એનો ફાયદો થશે.  સાંજના સમયે વધતા પ્રકાશને કારણે લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં નીકળી પડે છે. જેનો ફાયદો નાના બિઝનેસમેનને થશે એમ રોબર્ટસે મીડિયાને બુધવારે કહ્યુંં હતું.  તેમણે એમ પણ કહ્યુંં કે ઓન્ટેરિયોના લોકો પણ કામના સ્થળે સૂર્યાસ્ત જોઈને થાકયા છે. પરમેનન્ટ ડે લાઈટ સેવિંગનો અમલ થશે અને દિવસની સ્ટાન્ડર્ડ શિફટ શરૂ થશે અને શાળાએ જનારા બાળકોને વધુ સૂર્યપ્રકાશનો લાભ મળી શકશે અને ઓન્ટેરિયોને વધુ સુરક્ષિત અને ખુશાલ બનાવશે. આ અગાઉની સમય બદલવાની પ્રથાના અંત માટેની દરખાસ્તો લોજિસ્ટીકલ તફાવતને કારણે અટકી ગઈ હતી. તેમણે એમપણ કહ્યુંં હતું કે ડેલાઈટ સેવિંગ ટાઈમની શરૂઆત માર્ચની ૮મીથી થશે. જે ઓન્ટેરિયોમાં પહેલી નવેમ્બરે સવારે બે વાગ્યે પુરો થશે. ડેલાઈટ સેવિંગ ટાઈમના અમલથી ઘણાં ફાયદા થશે. પહેલા વિશ્વ યુધ્ધના સમયે એ નાબુદ થયો હતો અને બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ફરીથી એનો અમલ શરૂ થયો હતો.