ઓન્ટેરિયોની કંપની હવે તમારી પસંદની યુઝડ કાર ઓર્ડર આપો કે તરત જ હોમ ડીલીવરી આપશે

June 21, 2021

ટોરોન્ટો : મહામારી દરમિયાન ઘણાં લોકોએ ઓનલાઈન શોપિંગનો પ્રયોગ કર્યો હશે. પરંતુ તમારો ઓર્ડર પુરો થઈ તમને તમારી પસંદની ચીજ વસ્તુ ઘરબેઠાં મળે એમાં કદાચ એક કે બે દિવસ લાગી જતા હતા. પણ હવે એક ઓનલાઈન કાર કંપની તમારી પસંદની યુઝડ કાર ઓર્ડર કરો એ જ દિવસે ઘેરબેઠાં પહોંચાડવાની ખાતરી આપી રહી છે.

એટલે કે જો તમને એ વાહન અનૂકુળ ન આવે તો પરત લેવાની ખાતરી પણ આપે છે. કેનેડા ડ્રાઈવ્સ નામક આ ઓનલાઈન કંપની ઓન્ટેરિયોમાં તાજેતરમાં શરૂ થઈ છે. જે તમને ઓર્ડર આપો એ જ દિવસે ડીલીવરી આપવાની ખાતરી આપે છે. તમારે ઓનલાઈન યુઝડ કાર શોધવાની છે. એ ખરીદો એટલે તમને હોમ ડીલીવરી મળશે.

મી઼ડિયાને આપેલી મુલાકાતમાં કેનેડા ડ્રાઈવ્સના સ્થાપક કોડી ગ્રીને કહ્યું હતું કે, જયારે તમે સાત દિવસ માટે એ વાહનનો ઉપયોગ કરો છો ત્યારે તમને ખબર પડી જાય કે એ વાહન તમને અનુકૂળ છે કે નહીં.' પહેલું ઓનલાઈન કાર શોપિંગ પ્લેટફોર્મ બ્રિટીશ કોલંબિયામાં ગઈ પાનખરમાં શરૂ થયું હતું. 

એણે ઓન્ટેરિયોમાં આ સિસ્ટમ ગત અઠવાડિયે શરૂ કરી છે. આ વર્ષના અંત સુધીમાં ૮૦ ટકા વેચાણ કરી શકશે. બ્રામ્પટનની શેઈન્સીરોબિનસનનો પરિવાર પાંચ બાળકોનો છે એ કહે છે કે, મહામારી દરમિયાન વાહન ખરીદવું ઘણું મુશ્કેલ હતું. જયારે હાલ તેમણે ઓનલાઈન કિ્રસ્લર પેસીફીયા વાન પસંદ કરી હતી. જે એમણે એક અઠવાડિયાની ટ્રાયલ માટે ખરીદી હતી. ચારદિવસ સુધી એ વાહન લઈને નાયેગ્રા વિસ્તારમાં ગયા અને અમને એનાથી સંતોષ થયો એટલે અમે એ વાહન રાખવાનો નિર્ણય લીધો હતો.