દિલ્હી એરપોર્ટ પર ઓપરેશન બ્લેક એન્ડ વ્હાઇટમાં રૂ. 434 કરોડનું હેરોઇન જપ્ત

May 13, 2022

નવી દિલ્હી : નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે,રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતેથી 434 કરોડની કિંમતનું 62 કિલો હેરોઈન જપ્ત કર્યું છે – જે આજ સુધીની સૌથી મોટી જપ્તીઓમાંની એક છે.

ઓપરેશન કોડ નામ ‘બ્લેક એન્ડ વ્હાઇટ, અંતર્ગત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે 55 કિલો હેરોઈન જે એક આયાત કાર્ગો કન્સાઇનમેન્ટમાં ટ્રોલી બેગ હોવાની જાહેર કરવામાં આવ્યું હતું.  શંકાસ્પદ કાર્ગો મૂળ યુગાન્ડા એન્ટેબ્બેનું, એર કાર્ગો કોમ્પ્લેક્સ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ, નવી દિલ્હી ખાતે દુબઇ મારફતે આવ્યું હતું. પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ઝડપી ફોલોઅપ ઓપરેશન કામગીરી બાદ અન્ય 7 કિલોનું હેરોઇન અને 50 લાખ રોકડ જપ્ત કરવામાં આવી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે DRI “ચાલુ નાર્કોટિક ડ્રગ્સની હેરફેરના ક્રેકડાઉને અન્ય એક મોડસ ઓપરેન્ડી અને 62 કિલો અસરગ્રસ્ત હેરોઇન 10 મેના રોજ પ્રતિબંધિત એર કાર્ગો કન્સાઇનમેન્ટ ખાતેથી મળી આવ્યો છે. ભારતમાં કુરિયર/કાર્ગો/ હવાઈ યાત્રા દ્વારા હેરોઇનની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તિમાંની એક છે.