અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હંગામો : કાર્યવાહી સ્થગિત

February 02, 2023

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણે ગઈકાલ સતત 5મી વખત સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કર્યુ.  મોદી સરકારના બીજા કાર્યક્ળના વર્ષ 2023-24ના આ છેલ્લા બજેટમાં નાણાંમંત્રી મોટી જાહેરાતો થઈ. આ ઉપરાંત આવતા વર્ષે સામાન્ય ચૂંટણી હોવાથી આ બજેટ ખુબ જ મહત્વનું હતું. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ હતું. જો કે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણે  સંસદના રજુ કરેલા બજેટ સત્રના આજે ત્રીજો દિવસે વિપક્ષીદળોએ સંસદની કાર્યવાહી શરુ થતાની સાથે જ જોરદાર હંગામો કર્યો હતો. વિરોધ પક્ષોના હંગામાથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી બંધ કરવાની ફરજ પડી હતી. 

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ અદાણી ગ્રૃપ મામલે હિંડનબર્ગના રિપોર્ટ મામલે જેપીસીની રચના કરવાની માંગણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ પ્રશ્ન માત્ર કોઈ એક પ્રમોટર પુરતો નથી, પરંતુ સંપુર્ણ નિયામક તંત્રની સિસ્ટમની કાર્યક્ષમતાનો છે. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોર અને મનીષ તિવારીએ આજે ગુરુવારે લોકસભામાં અદાણી ગ્રૃપના મુદ્દે અને સીમા પર થયેલા ચીનના આક્રમણો બાબતે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી અને તેના માટે નોટીસ આપવામાં આવી હતી. જેથી વિરોધ પક્ષોના હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી બંધ કરવામાં આવી હતી.