ઓન્ટેરિયોના સ્કુલ બોર્ડને કલાસરૂમ અને ઓનલાઈન લર્નીંગ શરૂ કરવા આદેશ

June 29, 2020

  • નવુ શૈક્ષણિક સત્ર ઓક્ટોબર માસથી શરૂ થવાની સંભાવના

ટોરન્ટો : ઓન્ટેરિયોેના શિક્ષણમંત્રી સ્ટીફન લેસે કહે છે કે, તેમણે ઓન્ટેરિયોેના તમામ સ્કૂલ બોર્ડસને નવા શૈક્ષણિક વર્ષને કલાસરૂમ લર્નીંગ અને ઓન લાઈન લર્નીંગના મિશ્રણ સાથે શરૂ કરવા આદેશ આપી દીધો છે. નવુ સત્ર ઓકટોબર માસથી શરૂ થઈ શકશેશુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં લેસેએ કહ્યુંં હતું કે, બધા સ્કુલ બોર્ડસને એને માટે તૈયારીઓ શરૂ કરી દેવા જણાવી દેવામાં આવ્યું છે. જેથી ઓન લાઈન અને કલાસરૂમના મિશ્રણથી બધા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય. જો કે, એને માટે શાળાઓની સાથે સ્થાનિક આરોગ્યઅધિકારીઓ પણ નક્કી કરશે કે, કોવિડ -૧૯ના જોખમને હિસાબે કયા વિસ્તારમાં કલાસરૂમ લર્નીંગ અને કયા વિસ્તારમાં ઓન લાઈન લર્નીંગ શરૂ કરવુંશનિવારે શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યુંં હતું કે, બોર્ડને એવી સુચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને એકાંતરે કે એક અડવાડિયા બાદ ૧પ વિદ્યાર્થીઓના ગૃપને કલાસરૂમ લર્નીંગ માટે બોલાવવા અને બાકીનો સમય એમને ઓનલાઈન શિક્ષણ આપવું. તેમણે એમ પણ કહ્યુંં કે, પ્રાંતવાર એપ્રોચનો આરંભ ઓકટોબરથી થઈ શકશે. જયારે કોવિડ -૧૯ની સ્થિતીને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અમે ઓન્ટેરિયોેના બે મિલીયન બાળકો સાથે પણ વાતચીત કરી રહ્યો છીએ. જેઓ છેલ્લા માસથી કલાસરૂમમાં જઈ નથી શકયા. સમયગાળો બાળકોના માનસિક, સામાજીક અને લાગણીશીલતાની સ્વસ્થતા માટે ઘણો લાંબો ગણાય અને એની અસર બાળ માનસ પર પડી શકે છેએને ધ્યાનમાં રાખીને હવે કલાસરૂમ અને ઓનલાઈન શિક્ષણના મિશ્રણનો પ્રયોગ કરવામાં આવી રહ્યોે છે. કોવિડ -૧૯ના પ્રસારને અટકાવવાના પગલા તરીકે ઓન્ટેરિયોેમાં માર્ચના મધ્યથી કલાસરૂમ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે, અમે મે માસથી કામ શરૂ કરવા માંગતા હતા. પરંતુ લોકડાઉનની સ્થિતીને કારણે શકય બન્યું નહોતું.