વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 189077 કેસ નોંધાતા હાહાકાર

June 30, 2020

જિનિવા : કોરોનાનાં કાળચક્રમાં ફસાયેલા દેશોનાં ગંભીર પ્રયાસો છતાં કોરોનાનાં એનાકોન્ડાએ ફૂંફાડા મારવાનું ચાલુ રાખ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં આખા વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧,૮૯,૦૭૭ કેસ નોંધાયાનાં અહેવાલથી હડકંપ મચ્યો છે.

૨૪ કલાકમાં વિશ્વમાં ૪૬૧૨નાં મોત થયા છે. અગાઉ ગયા અઠવાડીયાની શરૂઆતમાં એક જ દિવસમાં ૧,૮૩,૦૦૦ કેસ નોંધાયા હતા જેનો વિક્રમ રવિવારે તૂટયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાવાનાં સંદર્ભમાં ૪૬,૮૦૦ કેસ સાથે બ્રાઝિલ પહેલા નંબરે છે તે પછી ૪૪,૪૦૦ કેસ સાથે અમેરિકા બીજા નંબરે અને ૨૦,૦૦૦ જેટલા કેસ સાથે ભારત ત્રીજા નંબરે છે. જો કે સૌથી વધુ કેસનાં સંદર્ભમાં ૨૪,૫૦,૦૦૦ કરતા વધુ કેસ સાથે અમેરિકા પહેલા ક્રમે છે. બ્રાઝિલ કરતા ત્યાં કેસની સંખ્યા બમણી છે. ઉઁર્ંએ ફરી એકવાર સમગ્ર વિશ્વને કોરોના સામે સાવધ રહેવા ચેતવણી ઉચ્ચારી છે.

દુનિયામાં કોરોનાથી મૃત્યુઆંક ૫,૦૫, ૪૬૮ થયો છે. જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૦૨,૯૪,૪૦૯ થઈ છે. જો કે સારવાર પછી ૫૫,૮૬,૮૩૯ લોકો સાજા થયા છે. જ્યારે ૪૨,૦૨,૧૦૨ કેસ એક્ટિવ છે.

અમેરિકામાં ૧,૨૮,૪૬૧ લોકોનાં મોત । અમેરિકામાં ફ્લોરિડા અને ટેક્સાસ કોરોનાનાં નવા હોટસ્પોટ બન્યા છે. અહીં બાર અને રેસ્ટોરાં બંધ કરાયા છે. અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને ૨૬,૪૦,૦૮૦ થઈ છે અને ૧,૨૮,૪૬૧ લોકોનાં મોત થયા છે.