પાકિસ્તાને ગુનો કબૂલતા વી.કે.સિંહ વિપક્ષ પર આકરા પાણીએ – જાહેરમાં જૂતા મારવા જોઇએ

October 30, 2020

પુલવામા : પુલવામા હુમલાની પાછળ પાકિસ્તાનએ પોતાનો હાથ હોવાની વાત સ્વીકારી લીધી છે. ત્યારબાદથી ભારતીય જનતા પાર્ટીના નેતા કેન્દ્ર સરકાર પર પ્રશ્ન કરનારને આડે હાથ લીધા છે. પૂર્વ આર્મી ચીફ અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાકિસ્તાનના કબૂલનામા પર વી.કે.સિંહે કહ્યું કે એ કહેવું કે સરકારે જ હુમલો કરાવ્યો હશે અને તેથી જ તેનાથી પહેલાં પણ તેની પાર્ટીએ એક ભગવા આતંકની વાત કરી હતી, તેનું એક મોટું રૂપ બનાવા માંગ્યું. આવા લોકોની ઉપર પ્રજાએ જરા પણ વિશ્વાસ કરવો જોઇએ નહીં પરંતુ હું તો એ કહીશ કે તેમને ખુલ્લામાં જૂતા મારવા જોઇએ.

14 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે પુલવામામાં સુરક્ષાબળોના કાફલા પર આતંકવાદી હુમલો થયો તો વિપક્ષે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પુલવામા હુમલાની પાછળ મોદીનો હાથ છે કારણ કે તેઓ ચૂંટણી જીતવા માંગતા હતા. અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભારતે અનુરોધ કરવો જોઇએ કે બાલાકોટ હુમલામાં નુકસાનના પુરાવાની તપાસ અને ખુલાસા કરવા માટે એક સંયુકત રાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવે.