પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક મનાતા વૈજ્ઞાનિક ડો.અબ્દુલ કાદિર ખાનનુ નિધન

October 11, 2021

નવી દિલ્હી: પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક મનાતા વૈજ્ઞાનિક ડો.અબ્દુલ કાદિર ખાનનુ આજે નિધન થયુ છે.તેઓ 85 વર્ષના હતા. તેમની તબિયત બગડયા બાદ તેમને ખાન રિસર્ચ લેબોરેટરીઝ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આજે સવારે તેમણે આખરી શ્વાસ લીધા હતા.પાક પીએમ ઈમરાનખાને તેમના મોત પર શોક વ્યક્ત કરીને કહ્યુ છે કે, આખો દેશ તેમને પ્રેમ કરતો હતો.રાષ્ટ્રની સુર7ા માટે તેમણે આપણને પરમાણુ હથિયાર આપ્યા હતા.પાક નાગરિકો માટે તે હીરો હતા.
ડો.અબ્દુલ કાદિર ખાનનો જન્મ ભોપાલમાં થયો હતો.ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો.પાકિસ્તાન માટે પરમાણુ બોમ્બ બનાવવામાં તેમનુ મોટુ યોગદાન રહ્યુ છે.પાકિસ્તાન માટે પરમાણુ પરિક્ષણ કર્યા બાદ તેમને દેશને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો.