પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન આવશે ભારત! આપવામાં આવી શકે છે આમંત્રણ

January 16, 2020

શાંઘાઈ : શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશનની મીટિંગ માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પણ દિલ્હી આવવાનું આમંત્રણ મોકલવામાં આવી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર SCOની બેઠક આ વર્ષનાં અંતમાં દિલ્હીમાં આયોજિત કરવામાં આવી શકે છે. આ મીટિંગ માટે ઔપચારિક નિમંત્રણ જલદીથી SCOમાં સામેલ તમામ દેશોને મોકલવામાં આવી શકે છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારનાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આની જાણકારી આપી છે. રવીશ કુમારથી જ્યારે પાકિસ્તાનને નિમંત્રણ આપવાની વાત પર પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે, “તમામ 8 દેશો અને 4 ઑબ્ઝર્વર દેશોને નિમંત્રણ આપવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે SCOમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, પાકિસ્તાન અને ભારત સામેલ છે. જ્યારે 4 ઑબ્ઝર્વર દેશોમાં અફઘાનિસ્તાન, ઈરાન, બેલારૂસ અને મંગોલિયાને સામેલ કરવામાં આવ્યા છે.