‘ઉડતા ગુજરાત’ બનાવવા પાક.નું ષડયંત્ર, જખૌમાંથી 175 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

January 06, 2020

જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. બોટમાંથી 35 જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.175 કરોડની આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ હેરોઈનનો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે.

આ ડ્રગ્સનો જથ્થો કરાચીથી દિલ્હી પહોંચાડવાનો હતો. પાકિસ્તાની બોટ સાથે 5 પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઝડપાયા છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં ડ્રગ્સના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત પોલીસને આ અંગે બાતમી મળી હતી કે, પાકિસ્તાનના પાંચ ઈસમો કરાચીથી માછીમારીની બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીએ સાથે મળી આ ઓપરેશન પાર પાડ્યું હતુ. અને વોચ ગોઠવીને જખૌના મધદરિયેથી આ પાકિસ્તાની બોટ સાથે કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.


આમ જખૌ દરિયામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં ગુજરાત પોલીસને બહુ મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, જખૌ દરિયો ડ્રગ્સની હેરાફેરી કરવા માટે સ્વર્ગ સમાન બની ગયું છે. અને અવાર નવાર જખૌ દરમિયામાંથી કોસ્ટગાર્ડ અને પોલીસને કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો પકડાઈ છે. અગાઉ ગત વર્ષે મે મહિનામાં જખૌ દરિયામાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.

માછીમારી બોટમાં કરાંચીના 5 ઈસમો ગેરકાયદેસર રીતે અંદાજીત કિંમત રૂ. 175 કરોડના નાર્કોટિક્સના 36 પેકેટ પકડી પાડ્યા હતા. ડ્રગ્સના કન્સાઈન્ટમેન્ટને ઈરાની સીમા પશનીથી લેવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ડિલીવરી કરવાનું હોવાનું સામે આવ્યું છે. બાતમીને આધારે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જો કે આ ડ્રગ્સને ગુજરાતમાંથી વિદેશ મોકલવાનું આયોજન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

-આરોપીઓનાં નામ
(a) અનીસ ઇસા ભટ્ટી, ઉંમર 30 વર્ષ, રહે. બાબા ઝજીરા, કરાચી, પાકિસ્તાન
(b) ઇસ્માઇલી મોહમ્મદ કચ્છી, ઉંમર 50 વર્ષ, રહે. કેમાડી, બીટ ઝજીરા, કરાચી, પાકિસ્તાન
(c) અશર્રફ ઉસ્માન કચ્છી, ઉંમર 42 વર્ષ, રહે. કેમાડી, બીત ઝજીરા, કરાચી, પાકિસ્તાન
(d) કરીમ અબ્દુલ્લા કચ્છી, ઉંમર 37 વર્ષ, રહે. બીટ ઝજીરા, કરાચી, પાકિસ્તાન
(e) અબુબકર અશરફ સુમરા, ઉંમર 55 વર્ષ, રહે. બીટ ઝજીરા, કરાચી, પાકિસ્તાન