હેલ્થ કેનેડા દ્વારા ફાઈઝરની કોવિડ-19 એન્ટી વાયરલ ટ્રીટમેન્ટને મંજૂરી

January 22, 2022

  • પેક્સલોવીડ ફાયઝરની નવી દવાને નિરમા ટ્રેલવીર તરીકે ઓળખવામાં આવે છે
ઓન્ટેરિયોઃ હેલ્થ કેનેડાએ 18 વર્ષ અને તેથી વધુ વયના લોકોના ઉપયોગ માટે ફાયઝરની કોવિડ-19 એન્ટી વાયરલ ટ્રીટમેન્ટને મંજૂરી આપી છે અને જીવન રક્ષક આ દવાના વિતરણની એવા સમયમાં મંજૂરી આપી છે કે, જયારે દેશની હોસ્પિટલોને તેની ભારે જરૂરત છે. ફાયઝરની પેક્સલોવીડ ઓરલ એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ છે. જેની ડોક્ટરો ભલામણ કરે છે. તે એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, જે શરીરને એસએઆરએસ-સીઓવી વાઇરસની સામે પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, ચેપના લક્ષણોમાંથી બચાવે છે અને માંદગીનો સમય ઓછો કરે છે. પેક્સલોવીડ ફાયઝરનું એક નવી દવાનું મિશ્રણ છે. જેને નિરમા ટ્રેલવીર તરીકે ઓળખવામાં આવે છે. આ એન્ટી વાયરલ ડ્રગનું નામ રિટોનવીર છે અને એચઆઇવી ડ્રગનો હળવો ડોઝ નિરમા ટ્રેલવીરને જાળવી રાખે છે અને શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહે છે. મહિનાઓ સુધી ક્લિનિકલ ટ્રાયલ બાદ નવેમ્બર મહિનામાં ફાયઝરે પેક્સલોવીડ જે હોસ્પિટલમાં રહેવાનો ગાળો ઓછો કરે છે અને મૃત્યુના જોખમને ઘટાડે તેવી એન્ટી વાયરલની જાહેરાત કરી હતી. જે પ્લેસીબોની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ કરેલા કોવિડ-19ના દર્દીઓ માટે આ સારવાર 89% પ્રભાવશાળી છે. ડ્રગ કંપનીની લેબોરેટરીના વિદ્યાર્થીઓ કહે છે કે, આ ટ્રીટમેન્ટ ઓમિક્રોનની સામે પણ કાર્યક્ષમ છે. જયારે કેનેડામાં ઓમિક્રોનના કેસ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યા છે ત્યારે આ એન્ટી વાયરલ સિસ્ટમ ઘણી ઉપયોગી છે. નિષ્ણાંતો કહે છે કે, આ ગોળી ઘેર બેસીને પણ લઇ શકાય છે અને આરોગ્ય સબંધી કેટલીક તકલીફો દૂર કરે છે. હાલની મંજુર કરવામાં આવેલી થિયેરો પ્યુટીકસનો કેનેડામાં મૉટેપાયે ઉપયોગ થાય છે. જેમ કે, મોનો કલોનલ એન્ટિબોડીઝ અને રેમડેસીવીરની સારવાર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવે છે.