પરિણીતી ચોપરા અને હાર્ડી સંધુ લોન્ચ કરશે દેશભક્તિનું વિડીયો સોન્ગ

August 12, 2022

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ તેના આગામી પ્રોજેક્ટ અંગે એક પોસ્ટ કરી હતી. હાર્ડી સંધુ સાથે પોતાના અપકમીંગ પ્રોજેક્ટ પર  ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખતા પરિણીતી ફેન્સને જણાવ્યું કે, ટુંક જ સમયમાં આવી રહ્યાં છીએ. આ સાથે તેણે હાર્ડી સંધુને પણ ટેગ કર્યો છે. તેણે 2 ફોટા પણ શેર કર્યા છે. એકમાં તે પોતે છે અને બીજામાં હાર્ડી સંધુ. બંનેના ચહેરા પર ઈજાના નિશાન છે. આ સિવાય ત્રિરંગો પણ જોવા મળી રહ્યો છે.

આ પોસ્ટ સાથે પરિણીતીએ #Announcement #Tiranga #IndependenceDay #India લખી છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે તે 15 ઓગસ્ટના રોજ અથવા તેની આસપાસ આ પ્રોજેક્ટ લોન્ચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે બંનેનો મ્યુઝિક વીડિયો આવવાનો છે. ફેન્સ આ વિડીયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, હાર્ડી સંધુના ઈન્સ્ટાગ્રામ પર પણ આ પોસ્ટ છે.

હાર્ડી સંધુ અને પરિણીતીએ મે મહિનામાં શૂટ કરેલા ફોટોસ અને વીડિયો શેર કર્યા છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેનું શૂટિંગ અને એડિટિંગ પણ પૂર્ણ થઈ ગયું હશે અને હવે તેને લોકો સમક્ષ લાવવાનો સમય આવી ગયો છે. એક વીડિયો પોસ્ટ કરતા તેણે લખ્યું કે તે સવારે 6 વાગ્યે શૂટ માટે તૈયાર થઈ રહ્યો છે. 12 ડિગ્રીમાં શૂટિંગ કરી રહ્યો છે. પાણી પી શકાતું નથી કારણ કે તે જામી ગયું હતું. એટલી ઠંડી છે કે બધું થીજી જાય છે.